કિશન બાંભણિયા, ગીર સોમનાથ: ઉના શહેરમાં રહેતા યુવાના ધરે ચાર શખ્સો જઇ કહ્યું કે, તું કેમ અમારા વિરૂદ્ધ ફરીયાદ આપવા ગયા તેમ કહી ગાળો આપી પતિ-પત્નિ પુત્ર અને સાસુ ઉપર તલવાર, ધોકા વડે હુમલો કરી માર મારી માથામાં અને હાથના ભાગે ગંભીર ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઉના પોલીસમાં ઇજાગ્રસ્ત મહીલાએ ચાર શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, ઉના શહેરના ભીમપરા વિસ્તારમાં રહેતા બોધા દેગણ મકવાણા, મધુ ગીગા મકવાણા, દિવ્યેશ મોહન બાંભણીયા, તેમજ ભીખા કાના રાઠોડ આ તમામ શખ્સો મધુબેન દેવાભાઇ બાંભણીયાના ધરે જઇ તેમના પતિ દેવાભાઇ બાંભણીયાને કહ્યું કે, તું કેમ અમારા વિરૂદ્ધ ફરીયાદ આપવા ગયા તેમ કહી ગાળો આપી પતિ-પત્નિ ઉપર તલવાર વડે હુમલો કરી મારમારી માથાના ભાગે તેમજ ડાબા હાથ, કાંડા, તેમજ હાથની આંગળીયોમાં ફેક્ચર કરી ગંભીર ઇજા કરેલ હોય તેમજ પુત્ર સંજયભાઇ અને સાસુ બબીબેનને પણ લાકડાના ધોડાવડે મુંઢ મારમારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છુટ્યા હતા.
એકજ ધરના ચાર મહીલા સહીત ચારને ઇજા કરતા તાત્કાલીક ઇમરજન્સી 108 મારફતે ઉના સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં. આ બાબતની જાણ તેમના પરીવારને થતા મોટી સંખ્યામાં લોકો હોસ્પીટલે દોડી ગયા હતા. જ્યાં પોલીસ કાફલો પણ તાત્કાલીક પહોંચી જતા ટોળાને વિખેરવા કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગેની મધુબેન દેવાભાઇ બાંભણીયાએ ચાર શખ્સો વિરૂદ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
તેમજ સામા પક્ષના દેવા બાબુ બાંભણીયા, સંજય દેવા બાંભણીયા, તેમજ પાચુ બાબુ બાંભણીયાએ રહેણાંક મકાન પાસે આવેલ પાતેશ્વર મંદિર પાસે મધુભાઇ ગીગાભાઇ મકવાણાના બાળકો કુતરાઓને રોટલા આપવા જતાં રોટલા આપવાની આ શખ્સોએ ના પાડી ગાળો આપતા હોય એ દરમ્યાન સાહેદ બોધાભાઇ મકવાણા સમજાવવા જતાં તમામ શખ્સો આવી લોખંડનો પાઇપ તલવાર જેવા હથિયાર ધારણ કરી મધુભાઇ તેમજ બોધાભાઇને હાથના ભાગે ઇજા પહોંચી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે મધુભાઇ ગીગાભાઇ મકવાણાએ પોલીસમાં ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધી છે. આમ બન્ને પક્ષે સામ સામે પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
