માસુમ સાથે ગેંગરેપ, હેવાનોએ બાળકીના શરીર સાથે જે કર્યું તે જાણી ચોંકી જશો

કાનપુર: કાનપુર જિલ્લાના ઘાટમપુર વિસ્તારમાં દિવાળીની રાત્રે કાળા જાદુ અને તંત્ર-મંત્ર કરીને પહેલા સાત વર્ષની બાળકી પર ગેંગરેપ થયો હતો. અને બાદમાં હત્યા કરવામાં આવી, પોલીસ અધિક્ષક બ્રિજેશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ બનાવના કેસમાં પકડાયેલા અંકુલ કુરિલ અને બિરાન નામના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસમાં પોલીસને મળતી બાતમી અનુસાર યુવતી સાથે પહેલા ગેંગરેપ કર્યો અને બાદમાં ગળું દબાવ્યું હતું. આ ઉપરાંત આરોપીએ જણાવ્યું હતું કે બાળકીની હત્યા કર્યા પછી બાળકીનું લીવર બહાર કાઢી મુખ્ય આરોપી પુરુષોત્તમને આપ્યું હતુ. આરોપી પુરુષોત્તમને કાળા જાદુ કરવા માટે આ અવયવોની જરૂર હતી.

શ્રીવાસ્તવે કહ્યું કે પુરુષોત્તમની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેની પત્નીની આ ગુનામાં સંડોવણી હોવાની આશંકાના આધારે અટકાયતમાં લેવામાં આવી છે. તેણે કહ્યું કે પુરુષોત્તમ શરૂઆતમાં પોલીસને મૂંઝવણમાં લાવવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ કડક પૂછપરછ પર સત્યને બહાર આવ્યું હતુ.

પુરષોતમે કહ્યું હતું કે તેના લગ્ન વર્ષ 1999 માં થયા હતા, પરંતુ હજી સુધી તેને કોઈ સંતાન નથી. શ્રીવાસ્તવ મુજબ પુરુષોત્તમે કહ્યું હતું કે તેમને બાળકો મેળવવા માટે કાળો જાદુ કરવાની સલાહ આપવામાં આવી હતી, આ માટે બાળકનું લીવર જરૂરી હતું, તેથી તેણે તેના ભત્રીજા અંકુલ અને તેના મિત્ર બીરનને તેના પાડોશીની બાળકીનું અપહરણ કરવા માટે તૈયાર કર્યા હતા.

ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ડૉ.પ્રિતિન્દરસિંહે જણાવ્યું હતું કે ઘાટમપુર કોટવાલી વિસ્તારના એક ગામમાં રહેતા પરિવાર શનિવારે દીપાવલીની પૂજા કરવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેમની છ વર્ષની પુત્રી અચાનક ગુમ થઈ ગઈ હતી. તેણે જણાવ્યું કે જ્યારે પરિવાર પુત્રીને જોઈ શક્યો નહીં ત્યારે તેની શોધખોળ શરૂ થઈ હતી અને મંદિરની બાજુમાં પસાર થતા ગ્રામજનોએ બાળકની લાશ જોઇ હતી. અન્ય અધિકારીએ જણાવ્યું કે, છોકરીના શરીર પર ઉઝરડાઓ જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેણીને તીક્ષ્ણ હથિયારથી મારી નાખવામાં આવી છે, બાળકીના હાથ અને પગમાં કલર લગાવવામાં આવ્યો હતો અને એક ચપલ અને કપડા સહિત બાળકીનો સામાન ઝાડ પાસેથી મળી આવ્યો હતો.

પોલીસ અધિક્ષક બ્રિજેશ શ્રીવાસ્તવે માહિતી આપી હતી કે આ કેસ સંબંધિત કલમોમાં નોંધવામાં આવ્યો છે. તંત્ર-મંત્ર માટે બાળકીના મોત અંગે વૈજ્ઞાનિક પુરાવા એકઠા કરી ફોરેન્સિક નિષ્ણાતો અને સર્ચ ડોગની મદદ લેવામાં આવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાળકીની હત્યાની ઘટનામાં ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap