મોરવા હડફ : BJPના ઉમેદવાર નિમીષાબેન સૂથારનુ ઉમેદવારી પત્ર રદ કરવા ચુંટણી અધિકારીને લેખિત રજુઆત.જાણો કેમ?

પંચમહાલ,

મોરવા હડફ વિધાનસભાની પેટા ચુટણી ફરી એક વાર વિવાદનુ કેન્દ્ર બની છે.હજુ તો મંગળવારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાનાનુ ઉમેદવારી ફોર્મ ભર્યુ છે.ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સૂરેશકુમાર કટારાએ ભાજપના મહિલા ઉમેદવાર નિમીષાબેન સૂથારનુ ઉમેદવારી પત્ર
રદ કરવા બાબતે લેખિત રજુઆત ચૂટણી અધિકારીને કરતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

ચુટણી અધિકારીને રજૂઆત લેખિત પત્રમા આક્ષેપ કરવામા આવ્યો છે.કે નિમીષાબેન સૂથારે ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર રજુ કરેલ છે,અને તે સોગંદ ઉપર જણાવેલ છેકે તેઓ અનૂસુચિત જનજાતિના સભ્ય છે.આ બાબત ખોટી અને બનાવી કાઢેલી હોય,તેઓ અનુસૂચિત જનજાતિના સભ્ય ન હોવા છતા પોતે અનુસુચિત જાતિના છે.તેવુ જાહેર કરીને ઉમેદવારી પત્ર ભરેલ હોય તે ઉમેદવારી પત્ર રદ થવુ જોઈએ તેવી માંગ કરી છેવધુમા અરજીમા ઉલ્લેખ કરવામાં આવ્યો છેકે હકીકત એ નિમિષાબેન અનુસૂચિત જનજાતિ સમુદાયના ન હોય તેઓએ અનુસુચિત જનજાતિ તરીકે ભરેલ ઉમેદવારી પત્ર 125 મોરવા હડફ ગુજરાત રાજ્ય વિધાનસભા મતદાર વિભાગમાંથી ભરેલ ઉમેદવારીપત્ર રદ કરવા મહેરબાની કરશો.તેવુ લેખિત ચુટણી અધિકારીને રજુઆતમાં જણાવામા આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap