મોરવા હડફ:પેટાચુંટણીને લઇને ભાજપ દ્વારા બાઈક રેલી યોજાઈ,કેટલાક કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યા

મોરવા હડફ,પંચમહાલ,

પંચમહાલ જીલ્લાની આદિવાસી પ્રભૃત્વવાળી વસ્તી ધરાવતી મોરવા હડફ બેઠક ખાલી પડ્યા બાદ ચુટણી પંચ દ્વારા ૧૭મી એપ્રિલના રોજ ચુટણી યોજવાની જાહેરાત કરવામા આવી છે.ભાજપ દ્વારા મોરવા હડફ ખાતે ભાજપના કાર્યકરો,હોદ્દેદારોની વિધાનસભા ચૂટણીને લઈને બાઈક રેલી યોજાઈ હતી.નવાઈની વાત એછે ખૂદ ભાજપની સરકાર લોકોને સોશિયલ ડીસટન્સ અને માસ્ક પહેરવાની સલાહ આપે છે.ત્યારે તેમના કાર્યકર્તાઓ રેલીમાં માસ્ક વગર તેમજ અડધા મોઢે માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. ચુટણી મા કોઈ નિયમ ન લાગુ પડતો કેમ નથી ? આવા અનેક સવાલો લોકોમાંં ચર્ચાઈ રહ્યા હતા.મોરવા હડફમાં ભાજપ દ્વારા છેલ્લી ઘડીના પ્રચારને લઈને બાઈક રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.ભાજપના હોદ્દેદારો,કાર્યકરો જોડાયા હતા.આ રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી.આ બાઈક રેલીમાં કોરોનાની ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ જોવા મળ્યો હતો.બાઈક રેલીમાં કેટલાક કાર્યકરોએ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.તો કેટલાક કાર્યકરોએ અડધા માસ્ક પહેરેલા જોવા મળેલા હતા.કેટલાક માસ્ક વગર પણ જોવા મળ્યા હતા.એક બાજુ કોરોના વકરી રહ્યો છે.ત્યારે સત્તાધારીપક્ષના કાર્યકરો પાલન ન કરે તે કેટલુ યોગ્ય તેવા સવાલો લોકોમાં ચર્ચાઇ રહેલા જોવા મળતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap