મોરવા હડફ:ભાજપે પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે નિમીષાબેન સૂથારનુ નામ જાહેર કર્યૂ.

મોરવા હડફ,પંચમહાલ : પંચમહાલની મોરવા હડફની પેટાચૂટણી જાહેર થયા પછી રવિવારે કોંગ્રેસે ઉમેદવાર તરીકે સુરેશભાઈ કટારાના નામની જાહેર થયા બાદ ભાજપે પણ તેમના ઉમેદવાર જાહેર કર્યા છે.આ વખતે ભાજપે થોભો અને રાહ જુવોની નીતી અપનાવી હોય તેમ લાગી રહ્યુ છે.ભાજપે મોરવા હડફના પુર્વ ધારાસભ્ય રહી ચુકેલા અને ભાજપ પક્ષના સક્રીય મહિલા કાર્યકર્તા અને શિક્ષીત એવા નિમીષાબેન સૂથારને ટીકીટ આપી છે.આજે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂટણી સમિતી દ્વારા મહારાષ્ટ્ર,ગુજરાત,ઉત્તરાખંડમાં યોજાનારી પેટાચુટણીની બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામા આવી હતી.જેમા મોરવા હડફ (ST)બેઠક માટે નિમીષાબેન સુથારના નામ પર પસંદગીનો કળશ ઢાળાયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનૂસાર મોરવા હડફ વિધાનસભાની પેટાચુટણી માટે ૨૧ જેટલા દાવેદારો હતા.જેમા ચાર નામો પેનલમા ફાઈનલ કરવામા આવ્યા હતા.
જેમાથી નિમીષાબેન સુથારના નામ પર આખરી મહોર વાગી હતી.આ પેટાચુંટણીના ઉમેદવારોની ટીકીટ ની રેસમા 2017ની વિધાનસભાની ચૂટણીમાં હારી ગયેલા ઉમેદવાર વિક્રમ ડીંડોરનુ નામ પણ હતૂ.પણ ભાજપે નિમિષાબેન સૂથારનુ નામ ફાઈનલ કર્યુ છે.હવે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે.

  • જ્યારે 2017માં ભાજપે મોરવા હડફ બેઠક ગુમાવી હતી .

મોરવા હડફના વિધાનસભા (ST)બેઠક જીતવા માટે હવે કોઈ કચાસ છોડવા માગતુ હોય તેમ લાગી રહ્યુ છે.હાલમા નિમીષાબેનને ટીકીટ આપી છે.તેઓ મોરવા હડફના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.પરંતુ જ્યારે 2017ની વિધાનસભાની ચૂટણી આવી ત્યારે તેમની ટીકીટ કાપી નાખવામા આવતા
તેમના કેટલાક સર્મથકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.પણ નિમીષાબેન સુથાર પાર્ટીની સાથે નિષ્ઠાપુર્વક રહ્યા હતા.ભાજપે તે 2017 માં વખતે વિક્રમભાઈ ડીંડોરને ટીકીટ આપી હતી.પરંતુ કોંગ્રેસમાથી બળવો કરીને આવેલા ભૂપેન્દ્રસિંહ ખાંટ સામે ભાજપના વિંક્રમસિંહ ડીંડોરનો પરાજય થયો.ભાજપે મોરવા હડફ વિધાનસભાની સીટ ગુમાવી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap