આ ગેંગ મોબાઇલ અને બાઇકની ચોરી કરતી, જાણો પોલીસે કેટલો મુદ્દામાલ કબજે કર્યો

વિનય પરમાર, રાજકોટઃ જેતપુર તથા આજુબાજુના વિસ્તારમાંથી એકલદોકલ મજુર જેવા કે સામાન્ય લાગતા રાહદારી પાસે મોટર સાયકલ પર આવી મોબાઈલની ચીલઝડપ કરી નાસીજતા તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. ઉપરાત મોટર સાયકલોની ચોરીની પણ ફરીયાદો ઉઠી હતી તેથી અને લગાતાર આ રીતે મોબાઈલની ચીલઝડપની ફરીયાદો જેતપુર, જામકંડોરણા, ગોંડલ વગેરે પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ અધીકારીઆ બલરામ મીણા તથા જેતપુર એસપી સાગર બાગમારેએ પોતાની તમામ ટીમોને કામે લગાડી હતી ઈ ગુજ કોપ એપ્લીકેશન, સીસીટીવી કેમેરા, તથા બાતમીદારોને કામે લગાડી ખાનગી રાહે આરોપીઓ અંગે માહીતી એકત્રીત કરવામાં આવી હતી. અને કોઈપણ રીતે આરોપીઓને પકડવા બાતમીદારોને પણ કામે લગાડયા હતાં.

જેતપુર સીટી પીઆઈ કરમુરને સદરહુ ગુનામાં ચોરીનું મોટરસાયકલ લઈને 3 ઈસમો નવાગઢ સરધારપુર દરવાજા પાસે હોવાની બાતમી મળતા 3 શખ્સોને ઝડપી લીધા હતા અને તમની પાસેથી 3 મોટરસાયકલ તથા ચોરીના 27 મોબાઈલ કબ્જે કરેલ છે.

તેજ રીતે પેટ્રોલિંગ દરમ્યાન ધારેશ્ર્વર ચોકડી પાસે 3 શખ્સો મોટર સાયકલ પર શંકાસ્પદ હાલતમાં હોવાની બાતમી મળતા તુરત જ 3 શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી પણ 3 મોટર સાયકલ તથા 26 મોબાઈલ કબ્જે કરેલ છે. આરોપીઓની પુછપરછ કરતા જામકંડોરણામાંથી 2 હોન્ડા સ્પેલન્ડર, ગુંદાળા ફાટક ગોંડલ પાસેથી 1 મોટર સાયકલની ચોરી કરી હોવાની કબુલાત આપી છે. પોલીસે ચોરીના 3 ઉપરાંત અન્ય 3 મોટરસાયકલ પણ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. આમ પોલીસે જુદી જુદી કંપનીઓના કુલ 53 મોબાઈલ તથા 6 મોટર સાયકલ કબ્જે કરેલ છે.ઝડાયેલા આરોપીઓ પરેશ દીનેશ પરમાર રહે. ચોરા.પાસે, લોધીકા સાગર જેન્તી પરમાર બસ સ્ટેશન્ડ પાસે સરધારપુર તા.જેતપુર જીજ્ઞેશ ગોવિંદ બસીયા ભાદરના સામાકાંઠે જેતપુર વીરપાલ વીરકુ ડેરેયા રે. રબારીકા તા.જેતપુર આ કામના આરોપીઓ મોટર સાયકલમાં ત્રીપલ સવારીમાં આવી મજુરોના રહેણાંક વીસ્તારોમાં કે જયા ઓછી ગીચતા હોય, અને એકલા જતા રાહદારી પરપ્રાંતીય શહેર બહારના રસ્તા કેનાલ કાંઠે સર્વીસ રોડ, વગેરે પસંદ કરી મોબાઈલમાં વાત કરતા માણસને ટારગેટ બનાવી મોબાઈલ ઝુટવી ભાગી જવાની ટેવ વાળા છે. આરીતે છેલ્લા એક વરસમાં 53 મોબાઈલ ઝુટવીને ભાગી ગયા છે.

આરોપીઓ પૈકી પરેશ ઉપર વીરપર પોલીસ સ્ટેશનમાં કલમ 380/457 મુજબ ફરીયાદ નોંધાયેલ છે. આ સફળતાપુર્વક તસ્કરોને ઝડપી પાડવા માટે જેતપુર એસપી સાગર બાગમારે, સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ જેબી કરમુર કોન્સ, ભાવેશ ચાવડા લખુભા રાઠોડ, હીતેશ વરૂ, નીલેશ મકવાણા, પાર્થ સોજીત્રા, મજનુભાઈ મનાત, પંકજસિંહ જાડેજા, ધનશ્યામસિંહ જાડેજા, અજીતસિંહ ગંભીર, નીકુલ ઝાલા, વીજય દાફડાએ કામગીરી બજાવી છે. પીઆઈ કરમુર જણાવે છે કે હજુ ઘણા લોકોએ મોબાઈલ ચોરીની ફરીયાદ નોંધાવી નથી ઉપરાંત આરોપીઓએ અન્ય કોઈ ગુનાહીત તુ કુંત્યો કરેલ છે. કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. આરોપીઓને કોરોના ટેસ્ટ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap