દેશમાં કોરોનાના આટલા હજાર નવા કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને વેક્સિન આપવામાં આવી

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે સવારે અહેવાલ આપ્યો છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 9,110 કેસો સાથે ભારતમાં સંક્રમણની સંખ્યા 10,847,304 પર પહોંચી ગઈ છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 78 નવા મોત નોંધાયા છે.

આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, આ મહિનામાં પાંચમી વખત દૈનિક મૃત્યુની સંખ્યા 100 ની નીચે આવી ગઈ છે, જ્યારે સવારે આઠ વાગ્યે અપડેટ થયેલા આંકડા મુજબ, આ મહામારીથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 155,158 પહોંચી છે.

કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 10,548,521 થઈ છે, જે રાષ્ટ્રીય કોવિડ -19 રિકવરી દર વધારીને 97.24% છે. દેશમાં કોરોના વાયરસ રોગના 143,625 સક્રિય કેસ છે.

દેશમાં 16 ઝરવારીથી કોરોના રસીકરણની શરૂઆત થઈ છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતે હવે 6,259,008 લોકોને કોરોના રસી આપવામાં આવી છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ મંગળવારે કહ્યું કે કોવિડ -19 માટે સોમવાર સુધી 20,25,87,752 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને 8 ફેબ્રુઆરીએ 687,138 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap