દેશમાં કોરોના રસીકરણ 16 જાન્યુઆરીથી શરૂ થશે. જોકે નવા વર્ષમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ હજી પણ ચેપનો આંકડો દરરોજ 15 હજારની આસપાસ રહે છે. ભારતમાં પાછલા 24 કલાકમાં COVID-19ના 15,968 નવા કેસ સામે આવ્યા બાદ કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 1,04,95,147 પર પહોંચી ગઈ છે.
આ સાથે છેલ્લા 24 કલાકમાં 202 નવા મોત બાદ દેશમાં આ મહામારીને કારણે મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 1,51,529 થઈ ગઈ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા હજુ પણ 2,14,507 જ છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 1,01,29,111 છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, ગઈકાલે (12 જાન્યુઆરી) સુધી ભારતમાં કોરોના વાયરસના કુલ 18,34,89,114 નમૂનાઓ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં મંગળવારે 8,36,227 નમૂના લેવામાં આવ્યા છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,51,160 મોત થયાં છે, જેમાં મહારાષ્ટ્રમાં 50,061, કર્ણાટકમાં 12,140, તમિળનાડુમાં 12,222 દિલ્હીમાં 10,678, પશ્ચિમ બંગાળમાં 9,941, આંધ્રપ્રદેશમાં 7,129 અને પંજાબમાં 5,445 મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે 70 ટકાથી વધુ મૃત્યુ ગંભીર બીમારીને કારણે થયા છે. મંત્રાલયે તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે, ભારતીય ડેટાની સંશોધન પરિષદ સાથે અમારા ડેટાની સુમેળ કરવામાં આવી રહી છે.
