બે કલાકમાં ત્રણ અકસ્માત ને 15નાં મોત, ગુજરાતના આ શહેરમાં બની ઘટના !

બુધવાર ને 18 તારીખ ગુજરાતમાં કાળની સવારી નીકળી હોય તેવી ઘટના બની છે. વહેલી સવારની બે કલાકના સમાયંતરે જ ત્રણ અકસ્માતની ઘટના બની છે જેમાં અંદાજે 15 લોકોના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા છે. વડોદરા, સુરત, સુરેન્દ્રનગર હાઈવે પર ગોઝારા અકસ્માત સર્જાયા છે, જેમાં કુલ 15 લોકોનાં મોત તેમજ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્રણેય અકસ્માતમાં સૌથી ગંભીર અકસ્માત વડોદરા નેશનલ હાઈવે પર સર્જાયો છે, જેમાં 5 મહિલા સહિત 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે અન્યને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ત્યાર બાદ સુરેન્દ્રનગરમાં પણ કાર ઝાડ સાથે અથડાતાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. સુરત અકસ્માતમાં હજુ સુધી મોતના કોઈ સમાચાર સામે આવ્યા નથી, પરંતુ 108 દ્વારા તમામને સારવાર હેઠળ લઈ જવાયા છે.

ગુજરાતમાં સર્જાયેલા ત્રણેય અકસ્માતની વાત કરીએ તો સૌથી વધુ ગંભીર અકસ્માત વડોદરા નેશનલ હાઇવે પર વાઘોડિયા ચોકડી બ્રિજ પર વહેલી સવારે 4 વાગે સર્જાયો હતો. અહીં સુરતથી પાવાગઢ દર્શને જઈ રહેલા આઇશર અને ટ્રેલર ધડાકાભેર અથડાયા હતા. આઇશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી જતા 15 લોકો ફસાઇ ગયા હતા જેમાંથી 10 લોકોનાં મોત નીપજ્યા છે. ફસાયેલા અન્ય લોકોને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

તો અન્ય એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગર લખતર રોડ પર કાર ઝાડ સાથે અથડાતાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં છે. ગંભીર અકસ્માતમાં લખતર ગામના કુંભાર પરિવારના ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં. મૃતકમાં ત્રણ સ્ત્રી અને એક પુરુષનો સમાવેશ થાય છે. મૃતક કુંભાર પરિવાર ભગુડા મોગલધામ મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે કોઠારિયા ગામ પાસે ડ્રાઈવરને ઝોકું આવી જતાં અથવા સામે વાહનની લાઈટ પડતાં કાર ઝાડ સાથે અથડાતાં ઘટનાસ્થળે જ ચાર લોકોનાં મોત થયાં હતાં.

સુરતના બારડોલી દસ્તાન ફાટક પાસે પણ વહેલી સવારે 6 વાગે બે ખાનગી ટ્રાવેલર્સ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હજુ કોઇપણ મોતના સમાચાર સામે આવ્યા નથી, જ્યારે 20થી ઈજાગ્રસ્તોને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap