કિશન બાંભણિયા, ગીર સોમનાથ: ઉનાના ચીખલી ગામે આવેલા પોલ્ટ્રી ફાર્મ કેન્દ્રમાં છેલ્લા પાંચ દિવસથી 100થી વધુ મરઘાના અચાનક મોત થતાં સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. આ મરઘા મોત થતાં તેના પાછળ બર્ડ ફ્લુની શંકાને અનુલક્ષીને અધિકારીઓ પોલ્ટ્રી ફામ પર ચકાસણી શરૂ કરી સમ્પલ લીધા છે.
દેશમાં વકરેલા બર્ડ ફ્લુના કહેર સામે રાજ્ય સરકારે સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવતા કોરોના બાદ વધુ એક સંકટ ધેરાતુ બની રહ્યુ છે. પક્ષીઓમાં બર્ડ ફ્લુનો રોગ જોવા મળતા પશુપાલન તેમજ પશુ ચિકિત્સા ડોક્ટર દ્વારા મરઘા પાલન કેન્દ્રના પક્ષીઓમાં બર્ડ ફ્લુના લક્ષણોના દેખાય છેકે કેમ ? તેની ચકાસણી કરવા એલર્ટ રાખેલ આ દરમ્યાન ઉનાના ચીખલી ગામે વાડી વિસ્તારમાં ભાવેશ પાંચાભાઇ ચુડાસમાની વાડીમાં મરઘા ઉછેર કેન્દ્ર પોલ્ટ્રી ફાર્મ બનાવેલ હોય ત્યાં છેલ્લા પાંચ દિવસમાં 100થી વધુ મરઘાનો મોત નિપજેલ હોવાની વિગત મળતા તંત્ર દોડતુ થયુ હતું.
સ્થાનિક પશુ ડોક્ટર પ્રકાશ લીંબાણી સાથે ટીમ ધટના સ્થળે પહોંચી હતી અને પોલ્ટ્રી ફાર્મ સંચાલક ભાવેશ ચુડાસમાને હકીકત પુછતાં તેણે સર્વે પ્રથમ ફાર્મમાં શિયાળ આવી જતાં એકી સાથે સોથી વધુ મરઘાને દાંત બેસાડી દીધા હોય જેના કારણે મરધાના ટપોટપ મોત થયા હોવાની હકીકત આપતા આ વાત પશુ ચિકીસ્તકને ન ઉતરતા તેણે તાત્કાલીક જૂનાગઢ ખાતે અધિકારીને વાત કરતા ત્યાથી ડો.ડી એમ પરમાર તેમજ ડો.વધાસીયા તેમની ટીમ સાથે પોલ્ટ્રી ફાર્મ ખાતે પહોંચી હતી અને તમામ બાબતે નિરીક્ષણ કરી ચકાસણી કરેલ અને જણાવેલ કે,હાલ બર્ડ ફ્લુના લક્ષણો દેખાતા નથી. તેમ છતાં વર્તમાન સ્થિતીને ધ્યાને લઇ આ મરઘા ઉછેર કેન્દ્ર માંથી તંદુરસ્ત 4 અને બિમાર 3 મરઘાના લોહીના નમૂના પરીક્ષણ માટે લીધા હતા. તેનો લેબટેસ્ટીંગ કર્યા બાદ રીપોર્ટ આવતા સાચી હકીકત બહાર આવશે.
માણાવદર બર્ડ ફ્લુના પક્ષીઓમાં રોગ જોવા મળતા ભયનું વાતાવરણ ઉભુ થયુ છે. અને સરકાર દ્વારા એલર્ટ કરાતા સર્વેની કામગીરી હાથ ધરાયેલ છે.
એક સાથે 100 મરધા પર શિયાળાનો હુમલો
ચિખલી ગામે ફાર્મના સંચાલકના જણાવ્યા મુજબ એક સાથે 100 જેટલા મરઘા પર શિયાળએ હુમલો કરેલ પરંતુ આ હકીકત માની શકાય નહીં કારણકે 80 મરઘા તો એકજ દિવસમાં મોત થતાં જેના કારણે મરઘા પાલન કેન્દ્રના પક્ષીઓ બર્ડ ફ્લુ શંકાસ્પદ છે કે શું ? તેની તપાસ પણ મેડીકલ ટીમએ શરૂ કરી છે.
વિદેશી પક્ષીઓને કારણે તંત્ર એલર્ટ
ઉના તાલુકાના સમુદ્ર સીમામાં આવેલલ કંઠાળ વિસ્તારના છીંછરા મીઠા પાણીના બેટ આવેલ છે. અને દર વર્ષે હજારોની સંખ્યામમામં વિદેશી પક્ષીઓનું આગમન થતુ હોય તેને ધ્યાને રાખી તંત્ર એલર્ટ બની આ વિસ્તારની સીમામાં આવતા પક્ષીઓ પર નજર રાખી રહ્યા છે.
