અત્યાર સુધીમાં જાણો કેટલું થયું વેક્સિનેશન ? આ 7 રાજ્યોમાં આપવામાં આવશે કોવેક્સિન

સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે, વધુ સાત રાજ્યોમાં આવતા અઠવાડિયાથી સ્વદેશી રીતે વિકસિત COVID-19 વેક્સિન ‘કોવેક્સિન’ આપવામાં આવશે.

જણાવી દઈએ કે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ આ મહિનાની શરૂઆતમાં દેશમાં ઈમરજન્સી ઉપયોગ માટે ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેક્સિન ‘કોવિશિલ્ડ’ અને ભારત બાયોટેકની કોવેક્સિનને મંજૂરી આપી હતી. ત્યાર બાદ કોરોના વેક્સિનેશન અભિયાન 16 જાન્યુઆરીથી દેશભરમાં શરૂ થયું છે. આમાં લગભગ ત્રણ કરોડ આરોગ્ય અને ફ્રન્ટ લાઇન વર્કર્સને પ્રાથમિકતા આપવામાં આવી છે.

આ અભિયાનને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિક સચિવ મનોહર અગનાનીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, 23 જાન્યુઆરી સુધીમાં 27776 સત્રોમાં કુલ 1537190 લાભાર્થીઓને COVID-19ની વેક્સિન આપવામાં આવી છે.

અગનાનીએ કહ્યું કે હાલમાં ‘કોવેક્સિન’ નો ઉપયોગ કરતા 12 રાજ્યો ઉપરાંત છ બીજા છ રાજ્યો- છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કેરળ, મધ્યપ્રદેશ, પંજાબ અને પશ્ચિમ બંગાળ આગામી સપ્તાહથી વેક્સિનનો ઉપયોગ કરશે.

અધિકારીએ જણાવ્યું હતું કે, રસીકરણ બાદ વેક્સિનને લીધે કોઈ ગંભીર પ્રતિકૂળ અસર અથવા રસીકરણ સંબંધિત મોત થયું હોઈ તેવા કોઈ કેસ સામે આવ્યો નથી.

તેમણે જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં કુલ છ મૃત્યુ (રસીકરણ બાદ) નોંધાયા છે, છેલ્લા 24 કલાકમાં ગુરુગ્રામમાં રહેતી એક 56 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. પોસ્ટમોર્ટમે પુષ્ટિ આપી હતી કે, કાર્ડિયો-પલ્મોનરી બીમારી તેના મૃત્યુનું કારણ હતું અને રસીકરણ સાથે સંબંધિત નથી. આમાંથી કોઈ પણ મૃત્યુ COVID-19 રસીકરણથી સંબંધિત નથી.”

મંત્રાલયના આંકડા મુજબ, શનિવારે 146598 વેક્સિન આપવામાં આવી હતી.સૌથી વધુ ડોઝ ગુજરાતમાં (22,063) આપવામાં આવ્યા છે, ત્યારબાદ મહારાષ્ટ્ર (21,751), ઓડિશા (14,892), બિહાર (12,165) અને આંધ્ર પ્રદેશ (11,562) છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap