બ્રિટનમાં ઝડપથી ફેલાયેલા કોરોના વાયરસના નવા સ્વરૂપ અંગે ચર્ચા કરવા માટે ભારતના આરોગ્ય મંત્રાલયે રવિવાર, 20 ડિસેમ્બરે કોવિડ -19 પર જોઈન્ટ મોનીટરીંગ ગ્રુપની બેઠક બોલાવી છે. એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર,.કોરોના વાયરસના નવા ઝડપથી ફેલાતા સ્ટ્રેનનો ભય એટલો વધારે છે કે ઘણા યુરોપિયન દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ ભારત દ્વારા હજી સુધી કોઈ નીતિપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ હવે ભારત સરકાર પણ આ મામલે કમર કસી છે. આ મામલે સામેલ લોકોએ મીડિયા સાથેની ચર્ચામાં માહિતી આપી છે.
બ્રિટને ચેતવણી આપી છે કે કોરોના વાયરસના આ નવા સ્વરૂપ ખૂબ ઝડપથી ફેલાય રહ્યું છે અને બિટેનમાં તેનો ફેલાવો નિયંત્રણમાંથી બહાર છે. બ્રિટેન સરકારે કડક લોકડાઉન લગાવી લોકોને ઘરની અંદર રહેવાની ચેતવણી આપી છે.
આજે ભારમાં અગત્યની બેઠક
સ્વાસ્થ્ય સેવાના ડોયરેક્ટર જનરલ ભારતમાં કોરોના વાયરસને પડકાર આપવા માટે એક ખાસ પ્રકારની જોઈન્ટ મોનીટરીંગ ગ્રુપની બેઠક યોજશે. આ બેઠક સોમવારે સવારે લગભગ 10 વાગ્યે યોજાશે. જેમાં યૂકેમાં વધી રહેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેન પર ચર્ચા કરવામાં આવશે.
WHOમાં ભારતના પ્રતિનિધિત્વ કરતા અને મોનીટરીંગ ગ્રુપના સદસ્ય રોડ્રિકો એસ ઓફરિન પણ બેઠકમાં હાજર રહેશે.
ઘણા યુરોપિયન દેશોએ યુકેથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. નેધરલેન્ડ્સ, બેલ્જિયમે યુકેથી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. જર્મનીએ પણ યુકેની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે અને દક્ષિણ આફ્રિકાથી આવતી ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ માટે વિચારણા કરવામાં આવી રહી છે, કારણ કે ત્યાં પણ કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. ઇટાલીના વિદેશ પ્રધાને એમ પણ કહ્યું છે કે તેઓ પોતાના દેશના નાગરિકોની સુરક્ષા માટે ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ લગાવી દેશે.
