નિવૃત એએસઆઈ પાસેથી આવક કરતાં વધુ સંપત્તિ નીકળી, ACBમાં નોંધાઈ ફરિયાદ

રવિ નિમાવત મોરબી: જિલ્લાના નિવૃત ટ્રાફિક એએસઆઈ સામે આવક કરતા વધુ સંપત્તિ બદલ એસીબીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદ નોંધી એસીબી ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી એસીબીના પીઆઈ પી કે ગઢવીએ ફરિયાદ નોંધાવી છે કે,આરોપી હરેશ કાનજીભાઈ કેસુર મોરબી જિલ્લાના ટ્રાફિકના તત્કાલીન એએસઆઈ હાલ નિવૃત હોય જેની ફરજ દરમિયાન વાંકાનેર તાલુકામાં ટ્રાફિક ડ્યુટી અને જિલ્લામાં અન્ય ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરી અપ્રમાણસરની મિલકત વસાવ્યાની અરજીની તપાસ કરતા જરૂરી રેકર્ડ, દસ્તાવેજ અને કાયદેસર મેળવેલ આવક અને કરેલ રોકાણ તેમજ ખર્ચની હકીકતો વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૮ સુધી તપાસવામાં આવી હતી.

કાયદેસર આવકના પ્રમાણમાં રૂ ૨૩,૪૬,૬૮૦ એટલે કે ૭૫.૮૬ ટકા જેટલી રકમનું વધુ રોકાણ-ખર્ચ કરેલાનું ફલિત થયું હતું. જેથી આરોપી નિવૃત એએસઆઈ સામે મોરબી એસીબી ટીમે ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૮ (સુધારો ૨૦૧૮) ની કલમ ૧૩ (૧)(બી) તથા ૧૩ (૨) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ રાજકોટ ગ્રામ્ય એસીબી પીઆઈ આર આર સોલંકી ચલાવી રહ્યા છે.

મોરબી એસીબી ટીમે રાજકોટ એસીબી મદદનીશ નિયામક એ પી જાડેજાના સુપરવિઝન હેઠળ અરજીની તપાસ કરી બાદમાં ગુન્હો દાખલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap