કોરોના વાયરસના સંક્રમણે વિશ્વભરમાં એક મોટુ સંકટ ઊભુ કર્યુ છે, તમામ દેશો તેની સામે લડવા માટે વેક્સિન પર કામ કરી રહ્યા છે. બ્રિટનમાં મળેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેન બાદ સંમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગયો છે. આ નવા સ્ટ્રેનને લઈને સમગ્ર વિશ્વમાં ડરનો માહોલ છે અને લોકોના મનમાં ઘણા સવાલો છે.
આ દરમિયાન અમેરિકાની વેક્સિન બનાવતી કંપની મોડર્નાએ કહ્યું છે કે, તેની વેક્સિન બ્રિટનમાં સામે આવેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેન વિરૂદ્ધ સંપૂર્ણપણે અસરકારક છે. મોડર્ના સહિતની કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓએ કોરોના વેક્સિન બનાવી છે, જે અમેરિકામાં લોકોને આપવામાં આવી રહી છે.
બ્રિટનમાં વાયરસના નવા સ્ટ્રેનથી લોકોમાં ડર વધ્યો છે અને લોકોના મનમાં ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે કે, આ વાયરસ કેટલો ખતરનાક છે અને જે વેક્સિન આવી છે તે વાયરસ સામે અસરકારક છે કે નહીં?
એક નિવેદનમાં, મોડર્ના કંપનીએ કહ્યું કે, તે કોઈપણ સ્ટ્રેન વિરુદ્ધ તેની વેક્સિનની અસરની પુષ્ટિ કરવા માટે પરીક્ષણ કરવાની યોજના ધરાવે છે. કંપનીએ જણાવ્યું હતું કે તેને આશા છે કે તેની વેક્સિન જેને તાજેતરમાં અમેરિકામાં ઈમરજન્સી માટે ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે, તે બ્રિટનમાં મળેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેન સામે પણ પ્રોટેક્ટિવ રહેશે.
અમેરિકા બેસ્ડ ઇસ કંપનીએ કહ્યું કે, તે આગામી સપ્તાહમાં પોતાની વેક્સિન અડિશનલ ટેસ્ટિંગ કરશે. મોડર્નાનું નિવેદન એવા સમયે આવ્યું ,છે જ્યારે બ્રિટનની સરકાર કોરોના વાયરસના નવા સ્ટ્રેન કારણે કડક પ્રતિબંધો લાગુ કરવાની યોજના બનાવી રહી છે. ફાઇઝરની જેમ, મોડર્નાની વેક્સિન પણ અત્યંત નીચા તાપમાને સંગ્રહિત કરવાની રહેશે. આ વેક્સિન 94 ટકા સુધી અસરકારક હોવાનું જણાયું છે.
