બુટલેગરે ખેતરમાં આવી રીતે છુપાવ્યો હતો દારૂ,વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો

રવિ નિમાવત, મોરબી: ગુજરાતમાં માત્ર કાગળ પર દારૂબંધી છે. ગુજરાતમાં દારૂનું બેફામ વેચાણ કરાતું હોય છે અને દારૂના ધંધાર્થીઓ નિતનવા કીમિયા અજમાવી દારૂ છુપાવતા હોય છે. જોકે પોલીસ પણ બે કદમ આગળ રહીને બુટલેગરના કીમિયા નિષ્ફળ બનાવે છે. મોરબી એલસીબી ટીમે માળિયા તાલુકામાં ખેતરમાં ટાંકો બનાવી છુપાવેલ દારૂ બહાર કાઢી મુદામાલ જપ્ત કર્યો છે.

માળિયાના મોટા દહીંસરા ગામના ખેતરમાં ટાંકો બનાવી દારૂનો જથ્થો છુપાવેલ હોય જે બાતમીને પગલે મોરબી એલસીબી ટીમ ત્રાટકી હતી અને મોટા દહીંસરા ગામની સીમમાં ખેતરમાં ટાંકો બનાવ્યો હોય જ્યાં ખોદીને એલસીબી ટીમે દારૂનો જથ્થો બહાર કાઢ્યો હતો અને છુપાવીને રાખેલ ઈગ્લીશ દારૂની ૧૧૮૮ બોટલ કીમત રૂ ૪,૩૮,૩૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો તો દારૂ છુપાવનાર આરોપી અજયસિંહ ભાવુભા જાડેજા અને દશુભા સુખુભા જાડેજા એ બંને ઈસમો સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap