મોરબી પેટા ચૂંટણી: મતગણતરી પૂર્વે ભારે ઉત્તેજના, પ્રતિષ્ઠાનો જંગ કોણ જીતશે?

રવિ નિમાવત મોરબી: મોરબી પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે અને મંગળવારે મત ગણતરી યોજાનાર છે. ત્યારે મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે. કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે. તો તંત્રએ પણ મત ગણતરી માટેની તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.

મોરબી વિધાનસભા પેટા ચૂંટણીની મંગળવારે સવારે મત ગણતરી યોજાશે મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલી પોલીટેકનીક કોલેજ ખાતે મત ગણતરી યોજાનાર છે. જેના માટે તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.જે અંગે ચૂંટણી અધિકારી ડી એ ઝાલાએ જણાવ્યું હતું કે ૦૬-૦૬ ટેબલ સાથે બે બિલ્ડીંગમાં મત ગણતરી કરાશે જયારે ત્રીજું બિલ્ડીંગ પોસ્ટલ બેલેટની ગણતરી માટે વપરાશે કુલ ૩૫ રાઉન્ડમાં મત ગણતરી કરાશે અને બાદમાં પરિણામ જાહેર કરવામાં આવશે. મત ગણતરી માટે ૧૦૦ નો સ્ટાફ તૈનાત રહેશે ઉપરાંત ૧૦ આરોગ્યની ટીમો પણ ખડેપગે રહેશે તો સુરક્ષા વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજી અને પેરા મીલીટરી ફોર્સ તૈનાત રહેશે.

મોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં કુલ નોંધાયેલા ૨,૭૧,૪૬૭ મતદારો પૈકી ૮૦૧૭૭ પુરુષ અને ૬૧૮૪૮ સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું અને ૫૨.૩૨ ટકા જેટલું નીચું મતદાન નોંધાયું હોય જેથી કોણ બાજી મારશે અને કોણ હારશે તેનો ઇન્તેજાર સૌ કોઈને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap