મોરબીના ડોક્ટરો કોરોનાથી નહીં પણ દારૂડિયાઓથી વધુ પરેશાન,તમેજ જુઓ આ વીડિયો

રવિ નિમાવત, મોરબી: મોરબીની સિવિલ હોસ્પિટલ તેની સુવિધાઓને કારણે નહિ, પરંતુ અસુવિધાઓને કારણે અવારનવાર માધ્યમોમાં ચમકતી રહે છે. હોસ્પિટલમાં જનારા દર્દીઓ અને સ્ટાફ દારૂડિયાઓના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. તેમ છતાં કોઈ કાર્યવાહી કરાતી ના હોય જેથી મહિલાઓએ મોરચો માંડ્યો છે અને આઠ દિવસનું અલ્ટીમેંટમ આપવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા પંચાયતના મહિલા અને બાલ વિકાસ સમિતિના અધ્યક્ષા રેખાબેન એરવાડિયા તેમજ અન્ય મહિલા અગ્રણીઓએ આજે જિલ્લા કલેકટર અને એસપીને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું છે કે, મોરબીની સિવિલ હોસ્પિટલ ગરીબ અને સાધારણ લોકો માટે આરોગ્ય સેવા માટે એકમાત્ર સુવિધા છે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અવિરત સેવા આપે છે. પરંતુ હોસ્પિટલમાં ઠેર-ઠેર દેશી દારૂની થેલીઓ મળી છે અને સિવિલના સ્ટાફના જણાવ્યા અનુસાર સાંજે દારૂડિયાઓનો અસહ્ય ત્રાસ છે. સિવિલ હોસ્પિટલમાં આવેલ પોલીસ ચોકીમાં રૂબરૂ મૌખિક રજૂઆત કરતા અમને ફક્ત પોસ્ટમોર્ટમની જ વ્યવસ્થા માટે નિમણુક કરેલી છે. એ ડીવીઝન ફરિયાદ કરવા જવાના ઉડાઉ જવાબ મળ્યા હતાં.

મોરબીના ડોક્ટરો કોરોનાથી નહીં પણ દારૂડિયાઓથી વધુ પરેશાન,તમેજ જુઓ આ વીડિયો

સિવિલ હોસ્પિટલમાં કોરોના કપરા કાળમાં ગરીબ દર્દીઓની સારવાર માટે નહીં પણ દારૂડિયાઓનો અડ્ડો બની ગયો છે. જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને પીવાય છે. જેથી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની કોઈ સુરક્ષા નથી જેથી યોગ્ય પગલા ભરવા આઠ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. કાર્યવાહી ના કરાય તો 500થી વધુ મહિલાઓ સિવિલ હોસ્પિટલમાં ઉપવાસ કાર્યક્રમ કરશે તેમ પણ અંતમાં જણાવ્યું છે. મોરબીની સિવિલ હોસ્પિટલમાં દારૂની બદી અંગે અનેક ફરિયાદો કરાઈ છે અને દારૂડિયાઓના ત્રાસ અંગે પણ રજૂઆત કરાઈ છે. જોકે નીમ્ભર તંત્ર કોઈ પગલા ભરતું નથી ત્યારે હવે મહિલાઓએ મોરચો માંડ્યો છે. ત્યારે પોલીસ તંત્રને શરમ આવે છે કે નહીં તે જોવું રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap