અમેરિકાની મોડર્ના વેક્સિનનું શું છે અપડેટ, જાણો અહીં

ગુરુવારે સલાહકારોની એર પેનલે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(FDA)એ મોડર્નાની COVID-19 વેક્સિનને ઈમરજન્સી યુઝ માટે મંજૂરી આપવાની ભલામણ કરી છે. આવી સ્થિતિમાં, અમેરિકા બીજી કોરોના વેક્સિન મેળવવા માટે ખૂબ નજીક આવી ગયું છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

જણાવી દઈએ કે, FDA પહેલેથી જ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ફાઇઝર-બાયોનોટેક વેક્સિનને ઈમરજન્સી યુઝ માટે મંજૂરી આપી છે.

માનવામાં આવે છે કે, મોડર્નાની વેક્સિન શુક્રવારે એફડીએ દ્વારા મંજૂર કરવામાં આવી છે, સલાહકારોની પેનલ દ્વારા વેક્સિનને ઈમરજન્સી યુઝ માટે લીલી ઝંડી આપી દીધી હતી.

મોડર્ના વેક્સિન જાળવણીનો વિકલ્પ માનવામાં આવે છે કારણ કે તેને કોમર્શિયલ ડીપ ફ્રીઝરમાં માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવી શકે છે. ફાઈઝર રસી માઈનસ 70 ડિગ્રી સેલ્સિયસ રાખવાની રહેશે. આ સિવાય, મોડર્નાની લાંબી શેલ્ફ-લાઇફ ડિસ્ટ્રીબ્યૂશન પણ સરળ બનાવશે.

ક્લિનિકલ ટ્રાયલમાં, બંને વેક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં લગભગ 95 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap