મોડેલે પિરામિડ સામે કરાવ્યું અશ્લીલ ફોટોશૂટ, હવે થઇ રહી છે ભારે ટીકા

મોડેલ સલમા અલ-શમીએ તાજેતરમાં પિરામિડની સામે અશ્લીલ ફોટોશૂટ કરાવ્યું હતું. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવી હતી. સલમાએ પહેલા કાહિરાની બહાર પિરામિડની સામે ફોટોશૂટ કરાવ્યું હતું અને ત્યારબાદ તે તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. બાદમાં લોકોએ સોશિયલ મીડિયા પર આ દ્રશ્ય અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને ફરિયાદ બાદ તેઓની ધરપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ સલમાના ફોટોગ્રાફર હોસા મોહમ્મદની પણ ધરપકડ કરવામાં આવી હતી. સલમા અલ-શમીએ, ફોટો શેર કર્યો હતો, જેમાં કોસ્ચ્યુમ પહેરેલા હતા, જેમાં ફોટો સક્કર નેક્રોપોલિસના અનેક સ્મારકોની સામે સ્થિત હતો.

કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સોએ તેમને “અપમાનજનક”, “અભદ્ર” અને “અયોગ્ય” ગણાવ્યા હતા, જ્યારે અન્ય લોકોએ સત્તાધિકારીઓની મંજૂરી લીધા વગર પ્રાચીન સ્થળ પર તસવીર પાડવા બદલ અલ-શમી અને મોહમ્મદની ભારે ટીકા કરી હતી. લોકોએ ટિપ્પણી કરી કે “શું વાસ્તવમાં પુરાતત્ત્વીય વિસ્તારોમાં ફોટોગ્રાફ્સ લેવા પર પ્રતિબંધ છે, એવા ફોટા પણ કે જે અભદ્ર નથી.

એક સોશિયલ મીડિયા યુઝરે પૂછ્યું. અલ-શમીએ કોર્ટમાં કહ્યું કે તેમને ખબર નથી કે પ્રાચીન સ્થળની પરવાનગી વિના ફોટો ખેંચવાની મનાઈ હતી અને ઇજિપ્તની સંસ્કૃતિને બદનામ કરવાનો તેમનો ઇરાદો નથી,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap