મોબાઈલ, AC-ફ્રીઝ ખરીદવા થશે મોંઘા, કસ્ટમ ડ્યુટીમાં થયો આટલો વધારો

જો તમે ઉનાળા પહેલા AC,ફ્રીઝ ખરીદવા માંગતા હો, અથવા નવા વર્ષમાં ટીવી, મોબાઈલ ખરીદવાની યોજના કરી રહ્યાં હો, તો હવે તમારે આ પ્રોડક્ટ માટે વધુ પૈસા ખર્ચવા પડશે. કારણ કે 1 ફેબ્રુઆરી 2021ના ​​દિવસે નાણાંમંત્રી નિર્મલા સીતારામણે બજેટ રજૂ કર્યું જેમાં તેમણે ઘણી જાહેરાતો કરી.

જણાવી દઈએ કે,ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં જરૂરી ભાગોની કસ્ટમ ડ્યુટી વધારી દેવામાં આવી છે. આનો અર્થ એ છે કે,મોબાઇલ, એલઇડી લાઇટ, એસી, ફ્રીઝ જેવો સામાન મોંઘા થઈ જશે અને તેની અસર હવે તમારા ખિસ્સા પર પડશે.

સોમવારે રજૂ થયેલા બજેટમાં ઈમ્પોર્ટેડ પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવશે. નાણાંમંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે, મોબાઇલ ફોનના પાર્ટ અને ચાર્જર્સ પરની કસ્ટમ ડ્યુટી વધારીને 2.5 ટકા કરી દેવામાં આવી છે.

કસ્ટમ ડ્યુટીને લગતી જાહેરાત કરતા નાણાંમંત્રીને કહ્યું કે,“ચાર્જર્સ અને મોબાઇલ ફોન્સના પાટ્સ પર કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ દૂર કરવામાં આવી છે, જે સ્માર્ટફોનના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરશે. કેટલાક મોબાઈલ પાર્ટ્સની કિંમત હવે શૂન્યથી વધારીને 2.5 ટકા કરવામાં આવશે. કસ્ટમ ડ્યુટી પોલિસીના બે લક્ષ્ય હોવા જોઈએ. આમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું અને ભારતને વૈશ્વિક મૂલ્યની સાંકળમાં પ્રવેશ કરવામાં અને નિકાસમાં સુધારો કરવામાં મદદ શામેલ છે.”

આ ઇલેક્ટ્રોનિક વસ્તુઓની કિંમતો વધશે

મોબાઇલ પાર્ટ
મોબાઇલ ચાર્જર
એસી / ફ્રિજ
વાયર, કેબલ
એલઇડી બલ્બ
સોલાર ઇન્વર્ટર
સોલાર લાર્ટેન

નાણાંમંત્રીને મોબાઇલ ડિવાઇસ સેગમેન્ટમાં ડિસ્કાઉન્ટ સહિત કસ્ટમ ડ્યુટીમાં 400 છૂટની સમીક્ષાની જાહેરાત કરી.

જણાવી દઈએ કે, સરકારે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડી છે, જ્યારે કેટલાક ઓટો પાર્ટ પર તેણે કસ્ટમ ડ્યુટીમાં 10થી 15 ટકાનો વધારો કર્યો છે, જેનાથી વાહનોના ભાવમાં વધારો થવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap