પંચમહાલ, શહેરા
પંચમહાલના શહેરા ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાથી મામલતદારની ઓચીંતી તપાસમાં ઘંઉ-ચોખાની બોરીઓની ઘટ આવતા મસમોટુ કૌભાંડ બહાર આવ્યુ છે.
આ મામલે શહેરા પોલીસ મથકમાં ગોડાઉન મેનેજર સહિત ત્રણ જણ સામે છેતરપીંડીની ફરિયાદ નોધાઈ છે.અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.આ મામલે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે આ મામલાની તપાસ એસીબીને સોપવી જોઈએ તેવી માંગ કરી છે.
મિડીયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે જણાવ્યુ હતુ કે
“શહેરાના સસ્તા અનાજના ગોડાઉનમા મામલતદાર દ્વારા તપાસ કરાવતા ૩,કરોડ,૬૭ લાખ જેટલો અનાજનો જથ્થો ઓછો છે.તેની શહેરા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોધવામાં આવી છે.
આ તપાસ એસઓજીને આપી છે.પણ તેનાથી કશુ થઈ શકવાનુ નથી.આ તપાસ એસીબીને આપવી જોઈએ.કારણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે.પૈસા લઇને ધંધા કરતા હોય છે. કયા ભ્રષ્ટાચાર કર્યો છે.કોણે શુ કર્યુ છે.આ મામલે સીએમ,પુરવઠામંત્રીને કાગળ લખ્યોછે.વધૂમા તેમને ઉમેર્યુ કે આટલુ મોટા ગોડાઉનમાં થી માલ ઉપડી જાય તે કોઈને ખબર ના પડે,ટ્રાન્સપોટરો એફસીઆઈના ગોડાઉનમાથી માલ બારોબાર ઉપાડીને ફ્લોર મીલોની અંદર વેચી નાખતા હોય તેવુ મારૂ માનવૂ છે,આ મામલે સંપુર્ણ, તટસ્થ અને ન્યાયીક ,તપાસ થાય તેવી મારી માંગણી છે.હૂ મૂખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે ચર્ચા કરીને પત્ર લખીને આ તપાસ ACBને જાય તેવી માંગણી કરવાનો છૂ.
