વિનય પરમાર,રાજકોટ: શહેરના અક્ષરનગર મેઈન રોડ પર આવેલ એમસીડબ્લ્યુ માસ્ટર કોમ્પ્યુટર ક્લાસિસના શિક્ષકે ક્લાસમાં આવતી એક છાત્રાને હવસનો શિકાર બનાવી હતી જેની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાય છે.જેના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે અને કોરોના ટેસ્ટ કરાવ્યો છે જેનો રિપોર્ટ આવતાની સાથે તેની કાયદેસરની ધરપકડ કરવામાં આવશે.
ભોગ બનનાર છાત્રાએ પોલીસને જણાવ્યું હતું કે, ત્રણેક મહીના અગાઉ ક્લાસિસમાં એડમિશન લીધું હતું. શરૂઆતમાં જય સર કોમ્પ્યુટર શીખવાડતા હતા, બાદમાં આ કાર્ય ભાર્ગવ સરને સોંપવામાં આવ્યું હતું એક દિવસ તે ક્લાસમાં એકલી હતી ત્યારે ભાર્ગવ સરે આવી તેને ધક્કો મારી ચેરમાં બેસાડી અને શારીરિક અડપલાં કર્યા હતા.એટલું જ નહીં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું.
આ બાબતે રાડો પાડતા નાનાભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપું હતી. અને જો ક્લાસિસમાં નહિ આવે તો તેને પણ મારી નાખવાની ધમકી આપી હતી.થોડા દિવસ બાદ લાગ જોઈને કોમ્પ્યુટર શીખવાડવાના બહાને ફરીથી શરીરે અડપલાં કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. આજ રીતે ત્રીજીવાર પણ તે ક્લાસિસમાં એકલી હતી ત્યારે શરીરે અડપલાં કરી કુકર્મ આચાર્યુ હતું.અને કોઈને કહીશ તો તેનો મિત્ર પોલીસમાં છે અને ઊંચી ઓળખાણ છે તેવી ધમકી આપી હતી.
ગત તા.6ના રોજ તે ક્લાસિસમાં ગઈ ત્યારે ફરીથી તેની એકલતાનો લાભ લઇ ધાક ધમકી આપી હવસનો શિકાર બનાવી હતી.તે જ સમય કોઈ અજાણ્યો શખ્સ આવ્યો હતો જેને પ્રેસવાળા જેવો રુઆબ બતાવી તેનું નામ પૂછી કહ્યું કે, તારા મમ્મીના ફોન નંબર મારી પાસે છે તું બાજુમાં બેસી જા તેવી ધમકી આપી હતી અને ભાર્ગવ સરને ધમકાવ્યા હતા અને તેને ઘેર જતા રહેવાનું કહેતા તે ઘેર જતી રહી હતી.
ત્યારબાદ ક્લાસિસમાં જવાનું બંધ કરી દીધું હતું, આ પછી બજરંગવાડી પોલીસના સ્ટાફે તેને નિવેદન આપવા બોલાવતા માતાને આપવીતી કહી હતી.આ ફરિયાદના આધારે પોલીસે આરોપી ભાર્ગવ દવે (રહે.અક્ષરનગર) વિરુદ્ધ પોકસો હેઠળ ગુનો નોંધી રાઉન્ડ અપ કરી તપાસ જારી રાખી છે.
