‘હું જ્યાં કહું ત્યા આવવું પડશે’, મોરબીમાં ફોટો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી સાથે અનેક વખત આચર્યું દુષ્કર્મ

રવિ નિમાવત, મોરબી: મોરબી જિલ્લામાં રવિવારે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં બંને પક્ષના એક-એક યુવાનના મોત થયા હતા. તો દુષ્કર્મ જેવા ગંભીર ગુન્હા પણ સામાન્ય બની ગયા છે. તાજેતરમાં ટંકારા પંથકમાં દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. તો હવે હળવદમાં દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક ઇસમેં ફોટો-વીડિયો વાયરલ કરવાની ચીમકી આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. તો દારૂ પીને યુવતીના ઘરે ધમાલ કરી હોવાની પોલીસ ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ચકચારી બનાવની પોલીસમાંથી મળતી વિગતો પ્રમાણે હળવદના ગ્રામ્ય પંથકની રહેવાસી યુવતીને આરોપી વિશાલ પ્રવીણભાઈ એરવાડિયા નામનો શખ્શ સાથે અભ્યાસ કરતો હોય અને ધોરણ 12 બાદ વિદાય સમારોહ સમયે મોબાઈલમાં યુવતીના ફોટો પાડી લીધા હતા. જે એડિટ કરીને બીભત્સ ફોટો બનાવી ફોટો વાયરલ કરવાની ધમકી આપતો હતો અને યુવતી જ્યાં જાય ત્યાં તેનો પીછો કરીને બ્લેક મેલ કરતો હતો અનેક વખત શરીર સંબંધ બાંધવા યુવતીને મજબુર કરાઈ હતી.

એટલું જ નહિં યુવતી જ્યાં નોકરી કરતી હોય ત્યાં પણ ફોન કરીને હું જ્યાં કહું તારે ફરવા આવવું પડશે નહીતર અંગત પળોનો વીડિયો અને રેકોર્ડીંગ વાયરલ કરી દઈશ તેવી ધમકી આપતો રહેતો તો યુવતી બ્લેકમેઇલિંગથી પરેશાન બની હોય અને યુવાનની વાત માનવાનો ઇનકાર કરી દેતા ઉશ્કેરાયેલા આરોપીએ દારૂ પીને ધમાલ મચાવી હતી જે તે સમયે યુવતીએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. તો આખરે શખ્સના ત્રાસથી કંટાળી યુવતીએ દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. હળવદ પોલીસે યુવતીની ફરીયાદ નોંધી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે. તો વધુ એક દુષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap