ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તિરંગો ફરકાવી આપી સલામી, પોલીસે કર્યા દિલધડક બાઇક સ્ટંટ

પંચમહાલ: જિલ્લાકક્ષાના કાર્યક્રમની ઉજવણી ગોધરા ખાતે આવેલા હેડકવાટરના ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી હતી.મંત્રી પ્રદીપસિંહના ધ્વજવંદન બાદ પોલીસની વિવિધ ટીમો દ્વારા પરેડમાર્ચ તેમજ બાઈકકરતબો કરવામા આવ્યા હતા,અને વિવિધ ક્ષેત્રમા કરનારાઓનુ સન્માન પણ કરવામા આવ્યુ હતું.

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તિરંગો ફરકાવી આપી સલામી, પોલીસે કર્યા દિલધડક બાઇક સ્ટંટ

ગોધરા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી હેકકવાર્ટરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી હતી. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પહોચીને તીરંગો ફરકાવીને સલામી આપી હતી. આ પ્રસંગે જિલ્લાની 09 પ્લાટુનના 186 જવાનોની શાનદાર પરેડ કમાન્ડર પી.એસ.આઈ. સુશ્રી કે.એન. પરમારના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી.

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તિરંગો ફરકાવી આપી સલામી, પોલીસે કર્યા દિલધડક બાઇક સ્ટંટ

પોલિસ બેન્ડની સુમધુર સુરાવલીઓ સાથે તાલ મિલાવતી પ્રભાવશાળી માર્ચ પાસ્ટને ઉપસ્થિત પ્રજાજનોએ હર્ષનાદથી વધાવી લીધી હતી. આ ઉપરાંત, બાઈકસવારોના અદભુત સ્ટંટે ઉપસ્થિત લોકોને રોમાંચિત કર્યા હતા.પોલીસ બેન્ડની સુરાવલીઓથી ગોધરા પોલિસ પરેડ ગ્રાઉન્ડ દેશ ભક્તિના રંગે રંગાયુ હતું.

પ્રદિપસિંહ જાડેજાએ પ્રાસંગિક ભાષણમા જણાવ્યુ કે “આજનો દિવસ ગૌરવપુર્ણ દિવસ છે.ભારતનુ બંધારણ અમલમા આવ્યુ. ખરા અર્થમા સ્વતંત્ર બન્યુ.મહાત્વા ગાંધી,સરદાર પટેલ સહિત નામી અનામી વીરોએ દેશની આઝાદીમા સર્વસ્વ નોછાવર કર્યુ.આ બલિદાનને યાદ કરીને દિવ્ય ભવ્ય ભારતના સ્વપનને ફળીભૂત કરવા પ્રતિબંધછે. જીલ્લામા વિશેષ કામગીરી કરનારા અધિકારીઓ,કર્મચારીઓ,રમતવીરો,વિદ્યાર્થીઓને,આરોગ્ય કર્મચારીઓ,પોલીસ કર્મચારીઓ,સન્માન પત્ર આપવામા આવ્યા હતા,પોલીસ હેડકવાર્ટરના પોલીસ કર્મી દ્વારા હેરઅંગેજ કરતબો બાઈક ઉપર કરવામા આવ્યા હતા.જેમા આખે પાટા બાધીને પાવાગઢ પોલીસ મથકના કર્મી મારુતિસિંહ રાઠોડે કરેલા બાઇક રાઈડીંગને સૌકોઈએ વધાવી લીધો હતો. ત્યારબાદ રાષ્ટ્રગીત બાદ કાર્યક્રમ સમાપન થયો હતો.

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તિરંગો ફરકાવી આપી સલામી, પોલીસે કર્યા દિલધડક બાઇક સ્ટંટ

પત્રકારો સાથેની વાતચીતમાં પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે “આજે ૭૨ માં સ્વતંત્ર પ્રજાસત્તાક પર્વ છે આજે અનેક નામી અનામી શહીદો એ આપેલી શહાદત, સ્વાતંત્ર વીરોએ આપેલા પોતાના જીવનના બલિદાનને યાદ કરીને આપણું ભારત શ્રેષ્ઠ ભારત દિવ્ય ભારત અને ગુજરાત ઉત્તમ માંથી સર્વોત્તમ તરફ લઈ જઈને સાડા છ કરોડ ગુજરાતીઓ અને વિકાસ અને પ્રગતિની અનુભૂતિ થાય તેવું સ્વપ્ન આપણે કરીએ તો જ આપણને મળેલી આઝાદી યોગ્ય ગણાશે.”

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તિરંગો ફરકાવી આપી સલામી, પોલીસે કર્યા દિલધડક બાઇક સ્ટંટ

કોરોના મહામારીમા માસ્કને લઇને પોલીસ અને લોકો વચ્ચે થતા ઘર્ષણને લઈને પુછેલા પત્રકારોના જવાબમા પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ કે “નામદાર હાઇકોર્ટે વખતો વખત રાજ્ય સરકારને જરૂરી માર્ગદર્શક સૂચના આપી હતી જેના અનુસંધાનમાં સંક્રમણ અટકે અને સંક્રમિત થાય તેની સારવાર સારી થાય.આપણે રીકવરી રેટ સારો મેળવી શક્યા છે.પહેલા આપણી પાસે વેકસીન ન હતી.માસ્ક એજ વેકસીન હતુ.હવે કોરોનાના અંતનો આરંભ શરૂ થયો છે.વેકસીન મળી છે.પણ હજી ચોકસાઈની આવશ્યકતા છે. સમયાંતરે મૂલ્યાંકન કરીને કોઈ નવો ટ્રેન્ડ ડેવલપ થઈને કોઈની મહામૂલી જીદંગી હોમાઈ ન જાય તેનુ ધ્યાન મુલ્યાંકન કરવામા આવશે.કોઈની જિંદગી હોમાઇ ન જાય તે માટે મૂલ્યાંકન કરીને નિર્ણય લેવામા આવશે.

આ કાર્યક્રમમા જીલ્લા કલેકટર અમિત અરોરા,જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ
ધારાસભ્ય સી.કે.રાઉલજી.નાયબ વનસરંક્ષક એમ.એન.મીણા,તેમજ રાજકીય અગ્રણીઓ અને નાગરીકો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap