પ્રો. હેમન્તકુમાર શાહ: ખેત પેદાશો માટે ભારત સરકાર દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવતા લધુતમ ટેકાના ભાવેએ કોઈ કાનૂની વ્યવસ્થા નથી, પણ એ સરકારની એક નીતિ છે અથવા કાર્યક્રમ છે. લધુતમ ટેકાના ભાવે માટે કાયદો બનાવવાની હાલના ખેડૂતોના આંદોલનમાં માગણી થઈ રહી છે. કારણ કે તેમને ડર છે કે નવા કાયદાને લીધે લધુતમ ટેકાના ભાવની વ્યવસ્થા જતી રહેશે અને તેથી તેમને અત્યારે જે ભાવ મળે છે તે પણ ને મળતાં આર્થિક નુકસાન થશે. હાલ ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે 23 ચીજો માટે જાહેર કરવામાં આવે છે. પરંતુ ઘઉં અને ચોખાં સિવાય બીજી ચીજો એ ભાવે સરકાર દ્વારા બહુ જ ઓછા પ્રમાણમાં ખરીદવામાં આવે છે.
ભારત સરકાર વતી તેની જ કંપની ભારતીય અન્ન નિગમ(Food Coperation of India-FCI) ખેડૂતો પાસેથી લધુતમ ટેકાના ભાવે અમર્યાદ પ્રમાણમાં ઘઉં અને ચોખા ખરીદે છે. એટલે કે, સસ્તા અનાજની દુકાનોએથી વેચવા માટે જેટલા ઘઉં અને ચોખાની જરૂર હોય તેના કરતાં પણ વધારે પ્રમાણમાં ઘઉં અને ચૌખા ખરીદવામાં આવે છે. એને પરિણામે નિગમ પાસે બફર સ્ટોક ઊભો થાય છે. જેમ કે, તા.01-092020ના રોજ નિગમ પાસે સાત કરોડ ટનનો ઘઉં અને ચોખાનો બફર સ્ટોક હતો કે, જ્યારે ચાર કરોડ ટન બફર સ્ટોક રાખવાનું ધોરણ છે. આવું થાય છે કારણ કે, નિગમ સસ્તા અનાજની દુકાનેથી વેચવો જરૂરી હોય તેટલો જ જથ્થો ખરીદે છે. એવું નથી પણ ખેડૂતો વેચવા માંગે તેટલો જથ્થો ખરીદે છે. ગઈ પહેલી જુને 8.3 કરોડ ટનનો જથ્થો નિગમ પાસે હતો કે, જ્યારે 2.1 કરોડ ટનનું જ ધોરણ તે સમયે હતું. બફર સ્ટોકનું ધોરણ જુદા-જુદા સમય માટે જુદું-જુદું નક્કી કરવામાં આવેલું છે.
જો સરકાર વરસોવરસ 23 પાક માટે લઘુતમ ટેકાના ભાવ જાહેર કરતી જ હોય તો પછી તેને માટે કાયદી કરવામાં વાંધો શું છે. એવી એક દલીલ કરવામાં આવે છે. અત્યાર સુધી લધુતમ ટેકાના ભાવનો લાભ બહુ જ ઓછાં રાજ્યોના, દેશના બહુ જ ઓછા-દસ ટકા કરતાં પણ ઓછો-ખેડૂતોને અને બહુ જ ઓછા પાક માટે મળતો રહ્યો છે. બાકીના ખેડૂતો તો ખુલ્લા બજારમાં જ અને મોટે ભાગે ખેત ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC)માં પોતાનો પાક વૈચતા હોય છે. જો લધુતમ ટેકાના ભાવ માટે કાયદી કરવામાં આવે અને જો તે ભાવની ખાતરી 23 પાક માટે આપવામાં આવે તો ઘઉં-ચોખા સિવાયની ચીજો પકવતા બીજા લાખો ખેડૂતોને લાભ થાય. ઉપરાંત,બાકીના પાક ઉગાડતા ખેડૂતો,ખાસ કરીને ફળી,સૂકો મેવો,તેજાના અને શાકભાજી વગેરે ઉગાડતા ખેડૂતો પણ લધુતમ ટેકાના ભાવેની વ્યવસ્થા માંગશે એવી દલીલ કરવામાં આવે છે. પણ તેઓ એ માંગે તો તેમાં ખોટું શું છે? ઔદ્યોગિક ચીજોનો બેફામ ભાવે વસૂલ કરવામાં આવે છે ત્યારે કેમ આ દલીલ કરવામાં આવતી નથી?
હા,એક હકીકત એ છે કે, લધુતમ ટેકાના ભાવે ઘઉંની 85 ટકા ખરીદી 2019-20માં માત્ર પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ એમ પાંચ રાજ્યોમાંથી કરવામાં આવી હતી અને ચોખાની 75 ટકા ખરીદી પંજાબ, તેલંગણા, દિશા, આંધ્ર પ્રદેશ, હરિયાણા અને છતીસગઢ એમ છ રાજ્યોમાંથી કરવામાં આવી હતી. આમ, જાહેર વિતરણ વ્યવસ્થા માટે જે ખરીદી સરકારી નિગમ દ્વારા કરવામાં આવે છે. તેનો લાભ અન્ય રાજ્યોના ખેડૂતોને મળતો નથી. નિગમ દ્વારા ગયા વર્ષે 3.2 કરોડ ટન ચોખાની ખરીદી અને 3.9 ટન ઘઉંની ખરીદી કરવામાં આવી હતી. જ્યારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ 6 કરોડ ટન અનાજનું વિતરણ ગરીબોને કરવામાં આવે છે. આમ, ત્રણ કરોડ ટનનો જથ્થો વધુ ખરીદવામાં આવ્યો હતો. વળી, આગલા વર્ષનો જથ્થો તો હતો જ.
અત્યારે ખુલ્લા બજારના ભાવ કરતો લધુતમ ટેકાના ભાવ જુદા-જુદા પાક માટે 20 ટકાથી 50 ટકા વધારે હોય છે. એટલે જો સરકારે બધા પાકની ખરીદી કરવાની આવે તો સરકારની અન્ન સબસિડીમાં ખૂબ જ વધારો થાય. કારણ કે, સરકાર વધુ ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરે છે અને સસ્તા અનાજની દુકાનોથી બે રૂપિયે ઘઉં અને ત્રણ રૂપિયે ચોખા વેચે છે. આ વર્ષે FCIના ખર્ચના નામે જે અન્ન સબસિડીનો ખર્ચ થાય છે. તેનો અંદાજ રૂ.1, 8 લાખ કરોડનો છે.એમાં કોરોના મહામારીને લીધે સરકારે ગરીબોને જે મફત અનાજ આપ્યું તેને લીધે રૂ. 35,000 કરોડનો ખર્ચ વધશે તેવો પણ અંદાજ છે. એટલે જેઓ સરકારની દરમ્યાનગીરી ઘટાડવાની તરફેણ કરે છે. તેઓ લધુતમ ટેકાની ભાવની કોઈ કાનૂની વ્યવસ્થાના હોવી જોઈએ એમ જ કહે છે. તેમને આ સબસિડી આંકમાં કણો હોય તેમ ખુંચે છે. વળી, ઘણી વાર એમ પણ બન્યું છે કે, જો લધુતમ ટેકાના ભાવે આંતરરાષ્ટ્રીય ભાવ કરતાં વધારે હોય તો દેશમાંથી ઉત્પાદન વધારે હોવા છતાં પણ નિકાસ થતી નથી. ઘણી વાર ઘઉંના કિસ્સામાં એમ જ બન્યું છે.
એમ કહેવામાં આવે છે કે, ખેત ઉત્પન્ન બજાર સમિતિઓ (APMCs)ની બહાર ખેડૂતોને પૌતાની ખેતપેદાશો વેચવાની સ્વતંત્રતા નવા કાયદાથી મળે છે અને તેથી તેમને ભાવે વધારે મળશે. સવાલ એ છે કે, APMCમાં જો વેપારીઓનો ઈજારો હોય તો તેમની બશર ખાનગી કંપનીઓનો ઇજારો નહિ થાય તેની કોઈ ખાતરી છે ખરી? એ કંપનીઓ લધુતમ ટેકાના ભાવ જેટલા ભાવ આપશે ખરી? અત્યાર સુધીનો અનુભવ તો એ છે કે, ખેડૂતોને APMCની બાર લઘુતમ ટેકાના ભાવ જેટલા પણ ભાવ મળતા નથી.
બજાર ખુલ્લું હોય, તેમાં હરીફાઈ હોય અને સરકારે બજારમાં માથું મારે જ નહિ તો કાયમ માટે સૌ સારાંવાનાં થશે એમ માની લેવું એ પહાડ જેવડી ભૂલ છે. હવે અમેરિકા અને યુરોપ જેવા મૂડીવાદી પ્રદેશો સહિત દુનિયાભરમાં ક્યાંય એમ માનવામાં આવતું નથી કે, બજાર અને હરીફાઈનું તત્ત્વ જ બધાને લાભ કરી આપે છે. એ બહુ થોડા લોકોને અને મોટી કંપનીઓને લાભ કરી આપે છે. કારણ કે હરીફાઈને નામે તેમના ઈજારા ઊભા થાય છે, હરીફાઈ ભાગ્યે જ બચે છે, એ સત્ય સર્વત્ર સ્થાપિત થઈ ચૂક્યું છે. જો એમના હેત તો દુનિયાભરમાં અને ભારતમાં અસમાનતા વધતી ના હોત. આ બાબત મોબાઈલ ફોન, યયર, ગુગલ કે ફેસબૂક જેવી કંપનીઓને જ લાગુ પડે છે એવું નથી એ ખેતપેદાશોના બજારમાં પણ લાગુ પડે છે.
જેઓ ધનવાનો છે તેમને ગરીબોને સબસિડી આપવામાં આવે તે કદી ગમતું જ નથી, પરંતુ તેઓ જાતે અબજો રૂપિયાની સબસિડી કહેવાતા વિકાસને નામે ઓછો વ્યાજનો દર, સસ્તી જમીન, નીચા ભાડાપટે ખાણો વગેરે રીતે મેળવે છે. જો ઉદ્યોગોને સરકારી સબસિડી અને જાતજાતની રાહતો ના આપવામાં આવે તો તેઓ ભારતમાંથી એક રૂપિયાની પણ નિકાસ કરી શકે તેમ નથી, સરકારી કંપનીઓ શેર બજારમાંથી પોતાનું રોકાણ પાછું ખેંચી લે તો હમણાં શેર બજાર કકડભૂસ થઈને તૂટી પડે, સરકારી બેન્કોમાં પડેલાં નાણાંની લોન લઈને જ મોટા ભાગની મોટી ખાનગી કંપનીઓ સ્થપાય છે અને ચાલે છે. આવી બધી હકીકતો ધ્યાનમાં રાખવા જેવી છે. એટલે જો ધનવાનો ગ્રાહકો અને મજૂરોનું શોષણ કરતાના હોત તો દેશમાં અને દુનિયામાં ગરીબી હોત જ નહીં.
એવું કેવું બજાર કે જેમાં ખેડૂતોને પોતાના ઉત્પાદન ખર્ચ કરતાં ઓછા ભાવે વેચેવાની ફરજ પડે છે? શા માટે કોઈ કાર, બાઈક, ફ્રિજ, ટીવી, ટ્રેક્ટર, ફોન કે એવી બધી અનેક ઔદ્યોગિક ચીજો બનાવનારી કંપનીઓને પોતાની ચીજ બજારમાં ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછા ભાવે વેચવાની ફરજ પડતી નથી? બજારની શોધ માનવ જાતે પોતાની ભૌતિક જરૂરિયાતો સંતોષવા માટે કરી છે પણ તે શૌષણનું સાધન બન્યું છે ઍ પણ વાસ્તવિકતા છે, એટલે કઈ વસ્તુના ઉત્પાદન અને વેચાણમાં કેટલું બજાર જોઈએ અને કેટલું રાજ્ય જોઈએ તેનો વિવેક રાખવાની આવશ્યકતા છે. બજારની આરતી ઉતારવાની જરૂર નથી. બજાર ખેડૂતો માટે સારું જ પરિણામ લાવશે એમ ધારી લેવાની જરૂર નથી. અને હા, રાજ્ય વધુ સારી રીતે કામ કરે તે માટે રાજયને વધુ પારદર્શક અને ઉત્તરદાયી બનાવવું જોઈએ, વધુ લોકશાહી બનાવવું જોઈએ. રાજ્યને સરમુખત્યાર બનાવવાનું નહિ.
બટાટા અને લીંબુ જેવી અનેક ચીજો ખેડૂતો ઘણી વાર રસ્તા પર ફેંકી દે છે કારણ કે તેમને ખુલ્લા બજા માં થીગ્ય વળતજન્ય ભાવ મળતા નથી. એટલે ખુલ્લું બજાર જો ખેડૂતોને થીયે ભાવે ના આપી શકે તો સરકારે ખેડૂતોને સહાય કરવી જોઈએ કે નહિ તે સવાલ છે. ખેત પેદાશોના બજારમાં ખેડૂતો દેશના નાગરિકો છે કે નહિ તે સવાલ છે. બંધારણની પહેલી લીટીમાં લખાયેલા “અમે ભારતના લોકો* શબ્દોમાં ખેડૂતોનો સમાવેશ થાય કે નહિ તે સવાલ છે. એક બાબત ગાંઠે બાંધવાની જરૂર છે કે ધનવાનોનું ધનવાનપણું જો સરકાર ઓછું કરી શકતી ના હોય તો પણ ગરીબોની ગરીબી ઓછી કરવાની જવાબદારી સરકારે નિભાવવી જ જોઈએ. એને માટે જ ખેડૂતો લધુતમ ટેકાના ભાવ માટે કાનૂની વ્યવસ્થા માગે છે.
(આ લેખમાં વ્યક્ત થયેલા વિચારો લેખકના મૌલિક છે. dustakk.comના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી.)
