વિનય પરમાર, રાજકોટ: કરોડપતિ ચોર તરીકે કુખ્યાત આનંદ સિતાપરાએ છેલ્લા ચાર મહિનામાં રાજકોટમાં 12 જેટલા સ્થળોએથી લાખો રૂપિયાની ઘર ફોડ ચોરી કરી છે. પોલીસે આનંદ અને તેના પુત્રને ઝડપી લઈ રૂ.15 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
ગત મહિને મિલપરામાં મકાનના તાળા તોડી તસ્કરો રૂ.2.50 લાખનો દલો ઉઠાવી ગયા હતા એજ સમયે રામકૃષ્ણનગરમાં બંધ મકાનમાંથી રૂ.13 લાખ અને સોનાના દાગીના સહિતનો લાખો રૂપિયાની ચોરી થઈ હતી, છેલ્લા ચાર મહિનામાં ચોરીનો આંકડો ચિંતાજનક રીતે વધતા પોલીસે વિવીધ દિશામાં તપાસ શરૂ કરી હતી.લાખો રૂપિયાની ચોરી થઈ હતી તે સ્થળ પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા જે સ્ટાઈલથી ચોરી થઈ હતી અને જે શખ્સે દેખાતો હતો તે સુરત રહેતા નામચીન તસ્કર આનંદ જેસિંગ સીતાપરાની સંડોવણી હોવાની શંકા ઉઠી હતી.

દરમિયાન આનંદ ઉર્ફે જ્યંતી જેસિંગ સીતાપરા અને તેનો પુત્ર હસમુખ સિતાપર ચીંથરીયા પીરની દરગાહ નજીક હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ વી.કે.ગઢવી અને પીએસઆઇ ધાખડા સહિતની ટિમ દોડી ગઈ હતી. પોલીસે આનંદ અને તેના પુત્ર હસમુખને ઉઠાવી લઈ આગવી ઢબે પૂછપરછ કરતા આનંદે રાજકોટ શહેરમાં છેલ્લા ચાર મહિનામાં રામકૃષ્ણનગર, મિલપરા અને ઇન્દ્રપ્રસ્થનગરમાં થયેલી ચોરી સહિત 12 ચોરી કબૂલી હતી.અને આનંદે કબૂલાત આપી હતી કે પોતે ચોરી કરી છે તેમાં તેની સાથે કોઠારીયામાં રહેતો પિયુષ અમરેલીયા પણ સામેલ હતો.પોલીસે 3ની ધરપકડ કરી ચોરી રૂ.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આનંદ ચોરી કરવા જતો ત્યારે પહેલા માનતા માનતો અને ચોરી કરી આવી મોટો દલ્લો હાથ આવ્યા બાદ જામજોધપુરમાં આવેલ મંદિરે જઈ માનતા પુરી કરતો હતો.
