મિયા ખલિફાએ ખેડૂત આંદોલન પર પ્રિયંકાને સવાલ કર્યા, ટ્રોલ્સને પણ આપ્યો જવાબ

પૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલીફા છેલ્લા ઘણા દિવસોથી ભારતમાં ચર્ચાનો વિષય બની છે. મિયા ખલિફાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન આપ્યું છે અને છેલ્લા કેટલાક દિવસોથી તે આ અંગે સતત ટ્વીટ કરી રહી છે. હવે ખલીફાએ આ મામલે અભિનેતા પ્રિયંકા ચોપરાના મૌન પર સવાલો ઉભા કર્યા છે. એક ટવીટમાં મિયા ખલિફાએ પૂછ્યું કે શ્રીમતી જોનાસ આ બાબતે કંઈ કહેશે?

મિયા ખલિફાએ ટ્વીટમાં લખ્યું હતું કે,”શ્રીમતી જોન્સ આ પર ક્યારેય કંઈ કહેશે? “હું માત્ર જાણવા માંગુ છું. બેરુત બ્લાસ્ટ પછી તે મને શકીરાની યાદ અપાવે છે.”

પ્રિયંકા ચોપડાએ હાલમાં ખેડૂત આંદોલન વિશે કંઇ કહ્યું નથી, પરંતુ તેમણે 6 ડિસેમ્બરે ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું.”દિલજીત દોસાંજને ટાંકીને એક ટ્વિટમાં પ્રિયંકાએ લખ્યું છે કે, અમારા ખેડૂત આપણા ફૂડ સોલ્જર્સ છે. તેમના ડર પર ધ્યાન આપવાની જરૂર છે. તેમની અપેક્ષાઓ પૂરી કરવાની જરૂર છે. લોકશાહી તરીકે, આપણે ધ્યાન આપવાની જરૂર છે કે, તેમનો મુદ્દો જલ્દીથી ઉકેલી શકાય.”

ટ્રોલ્સને મિયા ખલિફાનો જવાબ

તેણીએ ખેડૂત આંદોલનને ટેકો આપ્યો ત્યારથી મિયા ખલિફા લોકોનું સતત નિશાન બની રહી છે. મિયા ખલિફાએ સોશિયલ મીડિયા ટ્રોલ્સનો જવાબ આપતી વખતે એક વીડિયો પોસ્ટ કર્યો. આ વીડિયોમાં ખલિફાએ લેખક રૂપી કૌર અને કેનેડિયન નેતા જગમીત સિંહને મીઠાઈ માટે આભાર માન્યો. સાથે ખલીફાએ ખેડૂતોનો આભાર માન્યો હતો.

ત્યાર બાદ મિયા ખલિફાએ ‘દરેક વસ્તુની એક કિંમત હોય છે, મારો ભાવ સમોસા છે’ એમ કહીને ટ્રોલ્સને ટોણો માર્યો હતો.

મિયા ખલિફા, પોપ સ્ટાર રીહાના, ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ, અમેરિકન વ્લોગર અમાન્ડા સેર્ની અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની ભત્રીજી મીના હેરિસ જેવા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સે ખેડૂત આંદોલનને ટેકો આપ્યો છે. આ લોકોએ ટ્વીટ બાદ આખી દુનિયાની નજર ખેડૂત આંદોલન પર કેન્દ્રિત છે. વિશ્વભરમાંથી સમર્થન મળ્યા બાદ ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને તેને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap