હવામાન વિભાગની ચેતવણી, આગામી ચાર દિવસમાં આ રાજ્યોમાં કડકડતી ઠંડી સાથે પડશે વરસાદ

દિલ્હી-એનસીઆર સહિત અનેક જગ્યાએ ભારે વરસાદને કારણે હવામાનનો મિઝાઝ બદલાઈ ગયો છે. દિલ્હી-એનસીઆર સહિતના ઘણા વિસ્તારોમાં વરસાદથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. શેરીઓમાં પાણી ભરાયા છે. ઘણા વિસ્તારોમાં વરસાદ દરમિયાન બરફના કરા પણ પડ્યા છે. વરસાદ અને ઠંડી હવાને કારણે ગલન વધ્યું છે.

હવામાન વિભાગ (IMD)ના અનુસાર, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર સહિત અનેક સ્થળોએ આગામી ચાર દિવસ સુધી વરસાદ અને કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 6 જાન્યુઆરી સુધી સમાન હવામાનની આગાહી છે. આટલું જ નહીં, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે સોમવારે પણ કેટલાક સ્થળોએ બરફના કરા પડવાની સંભાવના છે. જેના કારણે શીત લહેરમાં વધુ વધારો થવાની સંભાવના છે.

એટલું જ નહીં હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફવર્ષા માટે યેલો અલર્ટ જારી કરી છે. આ ક્ષેત્રના મેદાનોમાં 3થી 6 જાન્યુઆરી સુધી વરસાદ થવાની સંભાવના છે, જ્યારે મધ્ય અને ઉપરના પર્વત વિસ્તારોમાં વરસાદ સાથે બરફવર્ષાની આગાહી છે.

હવામાન વિભાગની ચેતવણી મુજબ ભારે વરસાદની સાથે બરફના કરા પણ પડશે.4-5 જાન્યુઆરીએ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, પંજાબમાં ભારે વરસાદ અને કરાના ઝાપટા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap