2021મા બુધનો પ્રભાવ સારો રહેશે,જાણો તેનાથી શું શું થઈ શકે ?

હાલમાં ૨૦૨૦ના અંતિમ દિવસોમાં અંકશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો (૨+૦+૨+૦)=૪ પર રાહુનો અમલ હતો. જ્યારે ૨૦૨૧ (૨+૦+૨+૧)=૫ પર બુધનો અમલ રહેશે. રાહુની માયાજાળ આપણને ૨૦૨૦માં બધી રીતે જોવા મળી હવે ૨૦૨૧ શરુ થતા સાથે જ બુધને લગતી બાબતો આ વર્ષમાં હાવી રહેતી જોવા મળશે.

બુધનો અમલ વેપાર-વ્યવસાય,લેખન,વાંચન,વાણિજ્ય,બેન્ક,મુદ્રા,શેર બજાર, કોર્પોરેટ જગત લોજીક,નવી શોધ,કુમાર અવસ્થા વિગેરે સાથે છે. માટે આગામી વર્ષમાં મુદ્રાસ્થિતિમાં ઘણા ફેરફાર જોવા મળી શકે ? શેર બજારમાં ઉતાર ચડાવ સીમાચિહન રૂપ બને. રિઝર્વ બેંક આ વર્ષમાં અનેક મહત્વના નિર્ણયો લે વળી બીટ કોઇન જેવી આભાસી મુદ્રાઓ ચર્ચામાં રહે અને લોકો તેનો મહત્તમ ઉપયોગ કરતા જોવા મળે. વ્યવહારની અંદર ઈ બેન્કિંગ વધતું જોવા મળે. કોર્પોરેટ જગતની કામ કરવાની પદ્ધતિ બદલાય વળી વીમા કંપની પણ તેના માળખામાં ઘણા ફેરફાર કરતી જોવા મળશે તો બેંકો પણ પોતાની કાર્યશૈલી બદલતી જોવા મળશે તથા મોટા મર્જ થતા જોવા મળશે.

અગાઉ લખ્યાં મુજબ મકર રાશિમાં શનિ સ્વગૃહી ભ્રમણમાં ગાર્ડ વિનાની ગાડી દોડશે ? નો પ્રારંભ થઇ ચુકેલ તે વખતે ભાખેલ કે હજુ પણ ચોકાવનારા સમાચાર મળી શકે. વધુમાં ગઈકાલે દિલ્હી શહેરમાં દોડી ડ્રાઇવર વિનાની ટ્રેન અને હજુ પણ શનિના દિન-પ્રતિદિન ભ્રમણમાં અદ્દભુત સમાચાર કોમ્મુનીકેશન,વાહન-વ્યવહાર શ્રેત્રે તથા જમીન-મકાન મિલકત અને શ્રમીકો,રોજીંદી બાબતો સાથે રોજી-રોટી ના કાયદા અંગે નવા નવા નીતિ-નિયમો સાંભળવા મળશે.

હાલના કોરોનાના કપરા સમયમાં ધરેથી નોકરી,(Work at Home)મહેમાનો વિના લગ્ર, સ્કૂલ વિનાના ભણતર,(Online Education),ગરબા વિનાની નવરાત્રિ,(અર્વાચીન બેઠા ગરબા),મોતનો મલ્લાજો નહીં ? શુભ પ્રસંગે ધરે બેઠા આશીર્વાદ(Online Blessings)આવી અનેકવિધ પરીસ્થિતિનો અનુભવ થયેલ હજુ પણ અકલ્પનીય અનુભવ,સમાચાર, કામકાજની પધ્ધતિ બદલાતી જશે અને તેનો સામનો સાથે સ્વીકાર કરવો જ રહ્યો !

ગઈકાલે કોંગ્રેસ પક્ષનો 136 મો સ્થાપના દિવસ કોરોનાના સમયમાં સાદગીપૂર્ણ સંમ્પન થયો
પરંતુ ગાંધી પરિવારના રાહુલ ગાંધી વિદેશ કામે જવાથી હાજર રહેલ ન હતાં જ્યારે સોનિયા ગાંધીની તબિયત સારી ન હોવાને કારણે તેઓ પણ ગેરહાજર હતાં. જ્યારે દિલ્હી ખાતેના કાર્યક્રમમાં પ્રિયંકા ગાંધીએ હાજરી આપીને પક્ષની આબરૂ બચાવી હતી. કોગ્રેસ પક્ષની સ્થાપના સમયની કુંડળી મુજબ આગામી ગ્રહ ગોચરનું આકંલન કરતા રાજકીય સમીકરણોમાં સફળતા મળશે. યુવા વર્ગ તથા સ્ત્રી વર્ગને મોખરાનું સ્થાન મળી શકે.

આમ જનતાનું માનવું છે કે,વરરાજા વગરની જાન કેવી હોઈ શકે પરંતુ વરરાજા નિશ્ચિત સમયે આવી જશે અને સફળતાના સીર ધીમે ધીમે કરશે.

જાણીતા જયોતિષી આશિષ રાવલ
[email protected]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap