પંચમહાલ: સંપૂર્ણબંધને વેપારીઓનું સમર્થન, દરેક વિસ્તારને સેનેટાઇઝ કરાયા

પંચમહાલ: દેશમા વધતા જતા કોરોના સક્રમણને લઈને જિલ્લાની શહેરાનગર પાલિકા દ્વારા શહેરાબજાર સહિતના વિસ્તારો રવિવારે બંધ રાખવાના આદેશ આપવામા આવ્યા હતા. જેના પગલે વેપારીઓએ પાલિકા દ્વારા આપવામા આવેલા આદેશનું પાલન કર્યુ હતુ. પાલિકા દ્રારા કોરોનાના સંક્રમણ ફેલાય નહીં તે માટે શહેરાનગરના વિસ્તારોને પંપમશીન દ્વારા સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા.

પંચમહાલ જીલ્લાના શહેરાનગરમા કોરોના સંક્રમણને લઇને અગમચેતીના ભાગરૂપે રવિવારે બજારો બંધ રાખવાનો આદેશ આપવામા આવ્યો હતો. જેને લઇને શહેરાનગરના વેપારીઓએ સમર્થન દર્શાવીઁને દૂકાનો બંધ રાખી હતી.

શહેરાનગરમા આવેલા બસ સ્ટેશન વિસ્તાર, પરવડી વિસ્તાર, સોનીબજાર, વૈજનાથ ભાગોળ,અણિયાદ ચોકડી સહિતના વિસ્તારોમાં આવેલી દુકાનો બંધ રહી હતી. પાલિકાતંત્ર દ્વારા શહેરાનગરના વિસ્તારોને પંપ દ્વારા સેનેટાઇઝ કરવામા આવ્યા હતા. શનિવારે ભરાતી હાટબજાર પણ બંધ રાખવાનો આદેશ આપવામા આવ્યો છે.

નોધનીય છે કે રજાના દિવસોમાં શહેરાનગરમાં ખરીદી કરવા મોટી સંખ્યામા ભીડ ઉમટી પડતી હોય છે. કોરોનાનું સંક્રમણ વધે નહીં તે હેતુથી બજાર બંધ રાખવાનો પાલિકાતંત્રના નિર્ણયને આવકારવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap