વલસાડમાં 14 ફેબ્રુઆરીએ મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે

વલસાડ: પત્રકાર વેલફેર એસોસિયેશન દ્વારા વલસાડમાં પ્રથમ વખત મીડિયા એવોર્ડ વિતરણ સમારંભ તા.૧૪.૦૨.૨૧ ના રોજ યોજાશે. એડિશનલ ડી.જી. સુરત રેન્જ ડૉ. શ્રી રાજકુમાર પાંડિયનના અધ્યક્ષસ્થાને અને વલસાડ જિલ્લા કલેકટર  શ્રી આર. આર. રાવલના મુખ્ય અતિથિ પદે યોજાનારા આ કાર્યક્રમમાં મીડિયાના નિષ્ણાંત જ્યુરી દ્વારા જુદી જુદી કેટેગરીમાં પસંદગી કરાયેલી સ્ટોરીને એવોર્ડ આપી નવાજવામાં આવશે.

વર્ષ ૨૦૧૯- ૨૦૨૦ દરમિયાન વલસાડ જિલ્લાનાં પત્રકારો દ્વારા બનાવાયેલી સ્ટોરીઓ માટે વલસાડ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત વલસાડ પત્રકાર વેલ્ફેર એસોસીએશન દ્વારા મીડિયા એવોર્ડ પ્રતિયોગીતા રાખવામાં આવી છે. જેમાં અલગ-અલગ ૮ કેટેગરીઓ પ્રમાણે વલસાડ જિલ્લાના પત્રકારો પાસેથી સ્ટોરીઓ મંગાવવામાં આવી હતી. આ સ્ટોરીઓને નિષ્ણાંત જ્યુરી દ્વારા ચકાસી જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ માટે પસંદ કરવામાં આવી હતી.  જેનો એવોર્ડ વિતરણ સમારોહ વલસાડના એસ.ટી. ડેપો સામે આવેલા શ્રી મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં આગામી રવિવાર તા.૧૪.૦૨.૨૧ નાં રોજ સાંજે ૭ કલાકે રાખવામાં આવ્યો છે.

આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન સુરત રેન્જના એડિશનલ ડી.જી શ્રી ડૉ. રાજકુમાર પાંડિયન શોભાવશે. જ્યારે મુખ્ય અતિથિ પદે વલસાડ જિલ્લા કલેકટર  શ્રી આર. આર. રાવલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વલસાડનાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર અને જિલ્લા પોલીસ વડા શ્રી ડૉ. રાજદીપસિંહ ઝાલા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. મીડિયા એવોર્ડ પ્રતિયોગિતામાં પ્રિન્ટ મિડિયાની સ્ટોરીમાં અમદાવાદથી શ્રી દિલીપસિંહ ક્ષત્રિય, વડોદરાથી શ્રી દેવેન્દ્રસિંહ પાંજરોલિયા અને ઈલેક્ટ્રોનિક મિડીયાની સ્ટોરીઓમાં સુરતથી શ્રીમતિ પારુલ મહાદિક અને શ્રી શૈલેષ ત્રિવેદી નિર્ણાયકની ભૂમિકા ભજવશે.

આ કાર્યક્રમમાં કોરોના દરમિયાન નોંધનીય કામગીરી કરનારા એનજીઓ, કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવનારા સરકારી કર્મચારીઓ, ટીમ હેલ્થ, ટીમ એડમિનિસ્ટ્રેશન, ટીમ પોલીસ, ટીમ મ્યુનિસિપાલિટી ઉપરાંત વલસાડ શહેરને ઉચ્ચસ્તરે નામના અપાવનારાં વિવિધ વ્યક્તિ વિશેષને પણ મોમેન્ટો આપી સન્માનવામાં આવશે.

વલસાડમાં પ્રથમ વખત આયોજિત થઇ રહેલા મીડિયા એવોર્ડ સમારંભ અંગે પત્રકારોમાં ભારે ઉત્સાહ છવાયેલો જોવા મળી રહ્યો છે. પત્રકાર વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ શ્રી હર્ષદ આહીર દ્વારા આ મીડિયા એવોર્ડ વિતરણ સમારંભમાં હાજર રહેવા વલસાડ જિલ્લાના તમામ મીડિયાકર્મીઓને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap