કિશન બાંભણિયા, ગીર સોમનાથ: ઉના પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી કારતકે અષાઢી માહોલ સર્જાયો હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવતા આકાશમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે બે ઇંચથી વધારે કમોસમી વરસાદ વરસી જતાં ધરતીપુત્રોના ચેહરા પર ચિંતાના વાદળો ધેરાવા લાગતા રવિ પાકના વાવેતર પર માવઠાની માઠી અસર થતાં ધરતિપુત્રની હાલત દયાજનક બની ગયેલ છે.
ઉના પંથકમાં ઓણસાલ 8512 હેક્ટર જેટલી જમીનમાં રવિ પાકનું વાવેતતર કરવામાં આવેલ જેમામં મુખ્યત્વે ચણા, ડુંગળી, લસણ અને ધઉંના પાકનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કરવામાં આવેલ એક તરફ ખેડૂતોએ મોધા ભાવનુ બિયારણ ખરીદ કરેલ હોય અને વાવણી કરેલ અને હજુ ખેતરમાં પાક ઉભો હોય ત્યા અચાનક છેલ્લા ત્રણ દિવસથી બે ઇંચથી વધુ કમોસમી વરસાદ વરસી જતાં માવઠાની માઠી અસર ખેડૂતો પર થતી હોય તેમ વાવણીના ખર્ચ પર માવઠુ વરસતા ખેડૂતોને પડ્યા પર પાટુ પડ્યા જેવી હાલત જોવા મળી રહી છે. તે સીવાય બાગાયતમાં આંબામાં મોર ફુટ્યા હોય તેમા રોગચાળાના પ્રમાણમાં ધરખમ વધારો થાય અને જે આંબામાં મોર ન ફુટ્યા હોય તે મોર ના ફુટવાને બદલે પાંદડા આવી જાય તેમજ કપાસના પાકને પણ વ્યાપક નુકસાન થયુ હોવાનું ધરતીપુત્રો જણાવી રહ્યા છે. ત્યારે સામાન્ય રીતે માવઠાનો કમોસમી વરસાદ થોડો સમય પુરતો હોય છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસ થી માવઠાની અસર વચ્ચે દિવસ દરમ્યાન વરસાદી માહોલ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહેતા ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
એક તરફ ખેડૂતોની ખરીદ શક્તિ પૈસાના અભાવે ઓછી જોવા મળી રહી છે. ત્યારે માવઠાની અસર પૂર્ણ થયા બાદ દવાનો છંટકાવ ફરજીયાત કરવો પડે તેવી પરીસ્થિતી વચ્ચે ચણાના પાકને વ્યાપક નુકસાન થયેલ હોય ચણાનું વાવેતર કરનાર ધરતિપુત્રોએ ફરજીયાત ચણાના પાકને બચાવવા દવાનો છંટકાવ કરવો પડે તેમજ માવઠાની અસર બજાર ભાવ પણ જોવા મળતી હોય તેમ છેલ્લા બે દિવસમાં ડુંગળીના ભાવમાં ધરખમ ધટાડો જોવા મળી રહ્યો છે.
1- ચણાના પાકને બચાવવા માટે પાકના મૂળીયામાં મેટાલેકઝાઇલ કમેન્કોજેબ સાથે સલ્ફર 80 ટકા WDG પાણી સાથે અથવા ડ્રેનચિંગ કરવુ અને ઉપરથી કલોરોથેનોલીન+ડાયરેનો કોનાઝોલ સાથે એમિનો એસીડ 62.5 ટકાનો વિધે ત્રણ પંપ પ્રમાણે છંટકાવ કરવો.
2 -ઉના પંથકમાં ચણાનુ 536 હેક્ટરમાં ડુંગળીનું 321 હેક્ટર લસણ, 5 હેક્ટરમાં તથા ધઉં 7560 હેક્ટરમાં વાવેતર થયેલુ છે.
