અમદાવાદમાં અધધધ… કરોડોનું GST કૌભાંડ સામે આવ્યું,જાણો કોણ કોણ પકડાયું?

અમદાવાદ: શહેરમાંથી મસમોટું GST કૌભાંડ સામે આવ્યું છે. સેન્ટ્રલ GSTની ટીમે ન્યૂ રાણીપના શુકન સ્માઇલ સિટીમાં રહેતા ભરત સોનીની ત્યા દરોડા પાડી તેની ધરપકડ કરી છે. તેમણે સોના-ચાંદી અને હીરાના ખોટા બિલો બનાવવાનું કૌભાંડ આચર્યું હતું.

માહિતી અનુસાર, સેન્ટ્રલ GSTની ટીમે શુકન સ્માઇલ સિટીમાં રહેતા ભરત સોની ત્યા દરોડા પાડતા 2435.96 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સુનિયોજીત કાવતરું રચીને કૌભાંડ કરતા હતાં. પરિવારના નામે 6 અલગ અલગ કંપનીઓ બનાવી હતી, પુત્ર, પુત્રવધુ, સાળાના નામે ટ્રેડિંગ ફર્મ, ઘનશ્યામ જ્વેલર્સ, કનિષ્કા જ્વેલર્સ, દીપ જ્વેલર્સ, એન.એસ. એન્ટરપ્રાઇઝ, એસ.એ. ઓર્નામેન્ટ્સ નામની ફર્મ, બી-2 જેમ્સ નામે પણ શરૂ કરી હતી ટ્રેડિંગ ફર્મ, 2435.96ની કિંમત આંકી 72.25 કરોડોની ક્રેડિટ, ખરીદદારોના નામે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવામાં આવ્યું છે. ભરત સોની હાલ 14 દિવસની જ્યુ. કસ્ટડીમાં છે.

ઉલ્લેખનિય છે કે, આ કૌભાંડમાં હજુ વધુ માથાઓની સંડોવાયેલા હોઈ શકે છે. 7250 કરોડ સુધી આ કૌભાંડ પહોંચી જાઈ તેવી એજન્સીને શંકા છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ હેઠળ 210 કરોડની ચોરી સામે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap