ઉનામાં નશીલા પદાર્થના ભેળસેળ વાળી તાડીના કેમ્પ પર હિન્દુ યુવા સંગઠનની જનતા રેડ

કિશન બાંભણિયા,ગીર સોમનાથ: ઉના તાલુકામાં બહારના હૈદરાબાદી લોકો શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર કેમ્પ બાંધી અંદર ગેરકાયદેસર તાડીનું વેચાણ કરતા હોય છે. આ તાડીમાં નશીલા પદાર્થ જેવા દ્રવ્યો ભેળસેળ કરી માનવ જીંદગી પર જોખમમાં મુકી રહ્યા હોય અગાઉ બે યુવાનો તાડી પીતા તેમના મોતની ધટના પણ બનેલ આવી પ્રવૃતિને અટકાવવા આજે બપોરના હિન્દુ યુવા સંગઠનના મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થઇ શહેરમાં ગે.કા.તાડીનું વેચાણ થતું હોય તે સ્થળ પર પહોચી જનતા રેડ કરવામાં આવી હતી.

ઉનામાં નશીલા પદાર્થના ભેળસેળ વાળી તાડીના કેમ્પ પર હિન્દુ યુવા સંગઠનની જનતા રેડ

જેમાં ઉના ભાવનગર રોડ પર હૈદરાબાદના હિન્દીભાષી મહીલાએ કેમ્પમાં અંદર ગે.કા. તાડીનું વેચાણ કરતા ઝડપી પાડેલ જેમાં પ્લાસ્ટીના બાચકામાં ભરેલી નાની પ્લોસ્ટીકની કોથળીમાં તાડી ભરેલો જથ્થો મળી આવેલ અને ત્યાર બાદ યુવાનોએ સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર દોડી ગયેલ હતી.

કોથડીમાં ભરેલ તાડીનો જથ્થો નાશ કરી દીધેલ હતો. જોકે હિન્દુ યુવા સંગઠનના યુવાનોએ સ્યુગર ફેક્ટર પાસે, ભાવનગર રોડ પર, વિદ્યાનગર નજીક તેમજ આનંદવાડી પાસે રેઇડ કરી હતી. જેમાં ભાવનગર રોડ પર અને આનંદવાડી પાસેથી ગે.કા.તાડી ભરેલ કેન તેમજ કોથડીઓ મળી આવતા પોલીસને જાણ કરેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap