ગ્રહોના સેનાપતિ મંગળ મહારાજ 24મી ડિસેમ્બરથી સવારે ૧૦.૧૮ કલાકે પોતાની રાશિ મેષમાં પ્રવેશ કર્યો છે. મંગળ ગ્રહ નું કારકત્વ જોમ,જુસ્સો, આક્રમકતા,નેતાગીરી,પોલીસ,સેના,વિવિધ ફોર્સ, મેડિકલ ક્ષેત્ર,જર-જમીન,ક્રોધ,ઉગ્રતા,ગુસ્સા,યુદ્ધ,યુદ્ધ સામગ્રી,હથિયાર,આવેશ,આતંકી ઘટના,મારામારી પર આધિપત્ય ધરાવે છે. મંગળના મેષમાં આવવાથી તે કેતુ અને શનિની દ્રષ્ટિમાંથી મુક્ત થાય છે જે સારી ઘટના છે.
પાકિસ્તાનની અને અફઘાનિસ્તાનની કુંડળી માટે આ ભ્રમણ યોગ્ય નથી ? ભારતની કુંડળીમાં બારમેથી પસાર થતા મંગળ મહારાજ આતંકી ઘટના અને સીમા પર વધુ સતર્કતા જરૂરી છે તેમ સૂચવે છે !! સાથે-સાથે ભારતની કુંડળીમાંથી બારમેથી પસાર થતા મંગળ મહારાજ વ્યયનું સૂચન કરે છે અને મેડિકલ સ્થિતિમાં નિશ્ચિત સુધારો થવાના સંકેત પણ આપે છે.
અલબત વધુને વધુ સારી સ્થિતિ આવતા માર્ચ આવી જશે પરંતુ મંગળનું આ ભ્રમણ એ બાબતમાં સારું ગણાય પરંતુ વિશ્વમાં બે દેશ વચ્ચે ખટરાગ વધતો જોવા મળે અને આ સમય માં ખાસ કરીને કિમજોન્ગ ઉન માટે આ ભ્રમણ તક્લીફજનક જોવા મળશે. ઘરઆંગણે પણ આંદોલનોમાં રાહત થતી જોવા ના મળે.
(જાણીતા જ્યોતિષી આશિષ રાવલ)
