ડુંગળી પર નિકાસબંધી હટાવી લેતા માર્કેટિંગ યાર્ડમાં મબલક આવક, ખેડૂતોમાં ખુશીનો માહોલ

પાર્થ મજેઠિયા,ભાવનગર: કેન્દ્ર સરકારે ડુંગળી પરની નિકાસ બંઘી હટાવી લેતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો, ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં આજે 20 કિલોએ 40 થી 50 રૂપિયાનો ભાવ વધારો થતાં ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે ડુંગળી પર નિકાસબંધી લાગતા ખેડૂતોની હાલત કફોડી થઇ ગઇ હતી, ડુંગળીના ભાવ દિન પ્રતિદીન ગગડતા જતા હતા અનેક રજૂઆતો બાદ સરકારે આગામી પહેલી જાન્યુઆરીથી ડુંગળી પર લાગેલી નિકાસબંધી હટાવતા ખેડૂતોને હાશકારો થયો હતો.

ડુંગળી પર નિકાસબંધી હટાવી લેતા માર્કેટિંગ યાર્ડમાં મબલક આવક, ખેડૂતોમાં ખુશીનો માહોલ

ભાવનગર જિલ્લામાં ડુંગળીનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે,આ વર્ષે સારા વરસાદને કારણે આગામી ચાર માસમાં ડુંગળીનું ઉત્પાદન આવવાનું છે. તે પ્રતિ વર્ષ કરતાં વધારે હશે પરંતુ ચોમાસા દરમિયાન ડુંગળીના વધેલા ભાવના કારણે ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવી હતી. એક તરફ ડુંગળીની આવક વધતી જાય બીજી તરફ નિકાસબંધીને કારણે ડુંગળીના ભાવ દિન પ્રતિદિન ઘટતા જતા હતાં. ભાવનગર માર્કેટ યાર્ડમાં આજે લાલ ડુંગળીની 6,650 થેલાની આવક થઇ હતી અને તેનો ભાવ 20 કિલોના 200થી 400 રહ્યો હતો. ડુંગળીના ઘટતા જતા ભાવને કારણે ખેડૂતોને આગામી દિવસોની ભારે ચિંતા સતાવતી હતી.

ડુંગળી પર નિકાસબંધી હટાવી લેતા માર્કેટિંગ યાર્ડમાં મબલક આવક, ખેડૂતોમાં ખુશીનો માહોલ

ભાવનગર જિલ્લા ભાજપ અને ભાવનગર તેમજ મહુવા માર્કેટ યાર્ડના ચેરમેને પણ કેન્દ્રીય કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને ડુંગળીની નિકાસ બંધી હટાવવા રજૂઆત કરી હતી. અંતે આજે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી લેતાં માર્કેટીંગ યાર્ડ અને ખેડૂતોમાં ફુલ ગુલાબી વાતાવરણ નિહાળવા મળ્યું જતું યાર્ડમાં આજે ડુંગળીની દસ હજાર થેલીની આવક થઈ હતી. 50 રૂપિયા જેવો ભાવ વધારો ખેડૂતોને મળ્યો હતો અને હજુ ભાવ વઘશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap