ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે જેના કારણે અનેક ટ્રેનો રદ કરવી પડી છે અને કેટલીક ટ્રેના રૂટ ડાયવર્ટ પડ્યા છે. ઘરેથી મુસાફરી માટે નિકળતા પહેલાં, તમે એક વાર તપાસ કરી નિકળો. આ ટ્રેનો રદ કરવામાં આવી છે.
•નાંદેડ-અમૃતસર એક્સપ્રેસ (02715) સ્પેશ્યલ ટ્રેન.
•બાંદ્રા ટર્મિનસ-અમૃતસર એક્સપ્રેસ (02925) સ્પેશ્યલ ટ્રેન 8 ડિસેમ્બરે ચંદીગઢમાં ટર્મિનેટ થશે.
•કોરબા-અમૃતસર એક્સપ્રેસ (08237) સ્પેશ્યલ ટ્રેન 8 ડિસેમ્બરે અંબાલા ખાતે ટર્મિનેટ થશે.
•અમૃતસર-કોરબા એક્સપ્રેસ (08238) સ્પેશ્યલ ટ્રેન 10 ડિસેમ્બરે અંબાલાથી શરૂ થેશે.
•ડિબ્રુગઢ-અમૃતસર એક્સપ્રેસ (05933) સ્પેશ્યલ ટ્રેન 8 ડિસેમ્બરે અંબાલામાં ટર્મિનેટ થશે.
•જયનગર-અમૃતસર એક્સપ્રેસ (04651) સ્પેશ્યલ ટ્રેન 8 ડિસેમ્બરે અંબાલામાં ટર્મિનેટ થશે.
•અમૃતસર-જયનગર એક્સપ્રેસ (04652) સ્પેશ્યલ ટ્રેન 9 ડિસેમ્બરે અંબાલાથી શરૂ થશે.
•કોલકતા-અમૃતસર એક્સપ્રેસ (02357) સ્પેશ્યલ ટ્રેન 8 ડિસેમ્બરે અંબાલીમાં ટર્મિનેટ થશે.
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ જનતાને અપીલ કરી છે કે તેઓ આજે કરેલા ‘ભારત બંધ’ને સમર્થન આપે. આ સંગઠનો 26 નવેમ્બરથી દિલ્હીની સરહદો પર ત્રણ કૃષિ કાયદાને પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. સરકાર અને આંદોલનકારી ખેડૂત સંગઠનો વચ્ચે વાતચીત અત્યાર સુધી નિષ્ફળ ગઈ છે અને બુધવારે છઠ્ઠા તબક્કોની વાતચીત યોજાવાની છે.
