ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા બાદ જાણો કેટલી FIR નોંધાઈ

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ પર ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાને કારણે, સાવચેતીના પગલા રૂપે હજી પણ દિલ્હીમાં ઘણા રૂટ બંધ રાખવામાં આવ્યા છે. આઇટીઓથી કનોટ પ્લેસનો રસ્તાઓ બંધ કરવામાં આવ્યો છે, જ્યારે લાલ કિલ્લો મેટ્રો સ્ટેશન પણ આજે બંધ છે. ગઈકાલે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાના સંદર્ભમાં 15 એફઆઈઆર નોંધવામાં આવી છે, પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ રેન્જમાં અત્યાર સુધી 5 એફઆઈઆર નોંધાઈ છે.

લાલ કિલ્લા પર ગઈકાલે થયેલી ધમાલ બાદ આજે લાલ કિલ્લામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગઈકાલે પ્રદર્શનકારી પક્ષના એક જૂથે કિલ્લાના પોલ ઉપર ચડી અને તેમનો ધ્વજ ફરકાવ્યો હતો.

મંગળવારે ખેડૂતોના હિંસક પ્રદર્શન અને લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ લહેરાવવાની ઘટનાને ગંભીરતાથી લીધી છે. ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસ સ્થાને એક તાકીદની બેઠક બોલાવી હતી અને રાજધાનીમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવા નિર્દેશ આપ્યો છે. તમામ હેરિટેજ અને સંવેદનશીલ સ્થળોએ વધુ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવશે.

રાજધાની દિલ્હીમાં હિંસા માટે જવાબદાર લોકોની ઓળખ કરવા અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા દિલ્હી પોલીસને સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે. મંગળવારે રાજધાનીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડનું હિંસક સ્વરૂપ ધારણ કરીને અને અનેક સ્થળોએ પોલીસ સાથે અથડામણની ઘટનાને ગંભીરતાથી લઈ ગૃહમંત્રી અમિત શાહે મંત્રાલય અને દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓને મળી અને રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

માહિતી મુજબ, ગુપ્તચર એજન્સીઓને ખેડૂત આંદોલનની આડમાં હિંસાને પ્રોત્સાહન આપવા પ્રતિબંધિત સંગઠનો પાસેથી ઇનપુટ મળ્યો છે. ગુપ્તચર એજન્સીઓ હિંસાના વધુ ભયને નકારી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap