ચૂંટણી પહેલા બદલીનો દોર: રાજ્યમાં DySPની અનેક ખાલી જગ્યા ભરાઈ,મોટાપાયે IPSની બદલી

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ પોલીસની અનેક જગ્યા બદલી અને બઢતી કરવામાં આવી છે. આમાં ત્રણ IGPને એડિ.ડીજીની બઢતી મળી છે.

આ બઢતીમાં નરસિમ્હા એન.કોમાર બન્યાં એડિ.ડીજી, પ્રફુલ્લાકુમાર રૌશનનું પ્રમોશન, એસ.પાંડિયન રાજકુમારની બઢતી થઈ છે. બે DIGને મળ્યું પ્રમોશન મળ્યું છે. અશોકકુમાર યાદવને મળ્યું પ્રમોશન, એસ.કે ગઢવીને બઢતી થઈ છે અને બન્ને ડીઆઈજી મૂળ જગ્યાએ યથાવત છે. 7 આઈપીએસની બદલી કરવામાં આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી બદલાયા છે. જેસીપી અમિત વિશ્વકર્મા એટીએસના વડા બનાવવામાં આવ્યા છે. અમદાવાદ રેંજના આઈજી તરીકે ચંદ્રશેખર નિમણુક કરવામાં આવ્યા છે. કે.જી ભાટીયાના અવસાનથી ખાલી પડી પોસ્ટ હતી.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી પ્રેમવીરસિંહ બન્યાં છે. ગાંધીનગરથી નીરજ બડગુજરની બદલી કરીને સાબરકાંઠાના એસપી બનાવાયા છે.

સાબરકાંઠાના એસપી ચૈતન્ય માંડલિકની બદલી કરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી બનાવવામાં આવ્યા છે. ગોંડલ એસઆરપી ગ્રૂપના જગદીશ ચાવડાની બદલી કરીને આઈબીના એસપી બન્યા છે.

તાલિમ પૂર્ણ થતાં 27 ડીવાયએસપીને પોસ્ટિંગ મળ્યું છે. રાજ્યમાં ડીવાયએસપીની અનેક ખાલી જગ્યા ભરાઈ છે. અરૂણકુમાર શર્માને પણ મળ્યું પ્રમોશન મળ્યું છે. 31 જાન્યુઆરીએ નિવૃત્ત થાય પહેલા ડીજી બનાવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap