પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 96 મી જન્મજયંતિ છે. આ પ્રસંગે આખો દેશ તેમને નમન કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને અન્ય ઘણા દિગ્ગજ નેતાઓ સદૈવ અટલ મેમોરિયલે પહોંચી પૂર્વ પીએમ વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન અટલ બિહારી વાજપેયીના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતાં.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે સદૈવ અટલ પરકાર્યક્રમ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીને યાદ કરતાં પીએમ મોદીએ લખ્યું કે, પૂર્વ પ્રધાનમંત્રી આદરણીય અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ પર શત-શત નમન. તેમના દૂરદર્શી નેતૃત્વમાં, તેમણે દેશને વિકાસની અભૂતપૂર્વ ઉંચાઈ પર લઈ ગયા. એક મજબૂત અને સમૃદ્ધ ભારત નિર્માણના તેમના પ્રયત્નો સદૈવ યાદ રહેશે.
જણાવી દઈએ કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનું 16 ઓગસ્ટ 2018 ના રોજ નિધન થયું હતું. અટલ બિહારીની ઓળખ કવિ તરીકે પણ થઈ છે. આવી સ્થિતિમાં તેમની કવિતાઓ પણ સમાધિની આજુબાજુની દિવાલો ઉપર લખાઈ છે. અટલ બિહારી વાજપેયીને પાર્ટીના રાજકારણથી આગળના બધા જ પ્રિય નેતા તરીકે ઓળખવામાં આવે છે.
