ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. ભરૂચ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખી પોતાનું રાજીનામું આપ્યું છે. સીઆર પાટિલે પણ આ રાજીનામું સ્વીકાર લધુ છે.
મનસુખ વસાવાએ રાજીનામાં પત્રણાં જણાવ્યું છે કે,ભાજપે મને ઘણુ આપ્યુ છે, કેન્દ્રીય નેતાગીરીનો હું આભાર માનું છું. મે પક્ષ માટે વફાદારી રાખી છે, પક્ષના મૂલ્યો જીવનના મૂલ્યો પણ અમલમાં મુક્યા છે. હું એક માનવી છું, મારી જાણે અજાણે કોઇ ભૂલ થઇ હોય છે, મારી ભૂલના કારણે પક્ષને નુકસાન પહોચે એ કારણોસર હું પક્ષમાંથી રાજીનામું આપુ છું. મનસુખ વસાવાએ વધુમાં કહ્યુ કે, બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્ય પદેથી પણ લોકસભા સ્પીકરને રૂબરૂ મળી રાજુનામુ આપીશ.

