કોરોના વાયરસ મહામારીના કારણે અનેક મહિનાઓ સુધી આર્થિક ગતિવિધિઓ બંધ રહી હતી. ધીમે-ધીમે દેશ પહેલાની સ્થિતિમાં ફરી રહ્યું છે. જોકે, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે કહ્યું છે કે, ભારતમાં એક ઉંડી અને લાંબી આર્થિક મંદીને ટાળી શકાય નહીં. સાથે જ ડો સિંહે આ મહામારીથી થયેલા નુકશાનને ઓછું કરવા માટે નરેન્દ્ર મોદી સરકારને ત્રણ પગલાઓ ભરવાની સલાહ આપી છે.
બીબીસી સાથે એક ઈમેલ વાતચીતમાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા મનમોહન સિંહે કહ્યું છે કે, દેશમાં ઈકોનોમિક સ્લોડાઉન એક માનવતાવાદી સંકટ છે અને સરકારના વલણથી લોકો મોટી મુશ્કેલીઓ ઉભી કરી છે.
મનમોહન સિંહે જણાવ્યું કે, કદાચ તે સ્ટેજ પર લોકડાઉન ટાળી શકાય તેમ નહતું. પરંતુ તેની જાહેરાત એટલી ઉતાવળ કરવામાં આવ્યો અને તેના કડક નિયમ સમજ્યા વગરના અને અસંવેદનશીલ હતા.
ઈકોનોમી સુધારવાના ત્રણ ઉપાય
પૂર્વ પીએમ ડો મનમોહન સિંહે નરેન્દ્ર મોદી સરકારના આવનારા વર્ષોમાં ઈકોનોમીને પાટા પર લાવવા માટે ત્રણ સૂચનો આપ્યા છે.
ડો. સિંહે કહ્યું કે, સરકારે તે સુનિશ્ચિત કરવું પડશે કે લોકોની રોજી-રોટી સલામત રહે અને ડાયરેક્ટ કેશ મદદ દ્વારા તેમના પાસે સ્પેંડિંગ પાવર રહે.
સિંહે કહ્યું, ‘સરકારે પણ વ્યવસાય માટે પૂરતી મૂડી પૂરી પાડવી જોઈએ અને આ માટે ક્રેડિટ ગેરેંટીના કાર્યક્રમો કામ આવી શકે છે. મનમોહન સિંહ અનુસાર, ઈન્સ્ટીટ્યૂશનલ ઓટોનોમી અને પ્રોસેસેજ દ્વારા ફાઈનાન્સિયલ સેક્ટરને પણ ઠિક કરવા જોઈએ.
પૂર્વ પીએમે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર પર વાત કરતાં કહ્યું કે, ‘હાઈ બોરોઈંગ'(‘ઉંચુ ઋણ’) ને ટાળી શકાય નહીં. આનાથી દેશનું ડેબ્યૂ ટૂ જીડીપી રેશ્યો વધી જશે. જોકે, તેમને કહ્યું કે, જો બોરોઇંગથી જીવન, સરહદો બચે છે, લોકોને રોજી-રોટી મળે છે અને ઈકોનોમિક ગ્રોથમાં બૂસ્ટ મળે છે, તો આ કરવું જોઈએ.
મનમોહન સિંહે ભારતને બીજા દેશોની જેમ આયત પર વધારે ટ્રેડ બેરિયર ડ્યુટી લગાવવા જેવા પગાલઓને અપનાવવાની સલાહ આપી છે. સિંહે કહ્યું કે, “ભારતની ટ્રેડ પોલિસી પાછલા ત્રણ દશકોમાં જનસંખ્યાના બધા વર્ગોમાં સારા આર્થિક પરિણા આપ્યા છે.”
