રાપરઃ મોમાયમોરા ગામે યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

બિમલ માંકડ, કચ્છઃ જર-જમીન અને જોરૂ ત્રણે કજિયાના છોરૂ આડેસર પોલીસે બનાવને પગલે ગુનો નોંધી આદરી તપાસ : ઘટનાને અંજામ આપનાર આરોપી પોલીસની હાથવેતમાં : મૃતક અને આરોપી વચ્ચે જર-જમીન કે જોરૂની કોઈપણ બાબતે થયેલી મગજમારીના કારણે કરાઈ કરપીણ હત્યા

રાપર તાલુકાના મોમાયમોરા ગામે બોરીયા સીમ વિસ્તારમાં ૩૬ વર્ષિય વરણુ ગામના યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરાઈ છે. મૃતકને છરી જેવા તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવાયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર રાપર તાલુકાના મોમાયમોરા ગામે બોરીયા સીમ વિસ્તારમાં આવેલા મોહન ધરમશી સુંબડના ખેતરમાં હત્યાનો બનાવ બનવા પામ્યો હતો.

બનાવની જાણ થતા આડેસર પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો આડેસર પી.એસ.આઈ વાય.કે. ગોહિલ દ્વારા મળેલ વિગતો સનુસાર મોમાયમોરા ગામના બોરિયા સીમ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં રાપરના વરણુ ગામે રહેતા ૩૬ વર્ષિય દેવાભાઈ દયારામ બ્રાહ્મણ (મારાજ)ની હત્યા નિપજાવાઈ હતી. હત્યા નિપજાવનાર બનાવમાં વરણુ ગામનો જ આરોપી મહેશ શિવરામ વરણવા (મારાજ)ની સંડોવણી સામેં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ હતભાગી દેવાભાઈને છરી જેવા તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી નીપજવી હતી હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ પ્રાથમિક તપાસમાં બહાર આવી શક્યું નથી, પરંતુ જર-જમીન અને જોરૂની કોઈપણ બાબતે આરોપી અને મૃતક વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં આરોપીએ ઉશ્કેરાઈ જઈને હતભાગીને છરી જેવા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.

બનાવને પગલે આડેસર પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ મૃતદેહને પીએમ માટે ખસેડીને વિધિવત ગુનો દાખલ કરવા સહિતની તજવીજ હાથ ધરી છે. સૂત્રોનું માનીએ તો હત્યાની ઘટનાને અંજામ આપનાર આરોપી પોલીસના હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું હતું ઘટનાને પગલે આડેસર પોલીસ મથકે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap