મહિસાગર: જિલ્લાના લુણાવાડા ખાતે ફરજ બજાવતા મામલતદાર રાકેશકૂમાર ડામોરનુ એક ખલાસપુર ગામ પાસે અકસ્માતમાં મોત નિપજ્યુ હતુ. જેમા ડ્રાઇવરનો પણ સમાવેશ થાય છે. સાથે બેઠેલ એક વ્યક્તિ પણ ઘાયલ થયાની સુત્રો પાસેથી માહિતી છે. બનાવને લઈને પોલીસે ઘટના સ્થળે પહોચીને કાર્યવાહી હાથ ધરી છે.
સુત્રો પાસેથી મળતી માહીતી અનુસાર મહિસાગર જિલ્લાના લુણાવાડાના મામલતદાર રાકેશકુમાર ડામોર ડ્રાઇવર વિજયરાજ પગી સાથે પેટ્રોલિંગમા નીકળ્યા હતા,ખલાસપુર ગામે તેમની ગાડી એક ટ્રાવેલ્સ સાથે અથડાઈ હતી,અકસ્માત એટલો ગમ્ખવાર હતો કે મામલતદારની ગાડીનો કચ્ચરગાણ નીકળી ગયો હતો. ડ્રાઇવર વિજયરાજ પગીનુ બનાવ સ્થળે મોત નીપજ્યુ હતું, જ્યારે મામલતદાર ને સારવાર માટે લઈ જવાતા રસ્તામાં જ મોત નીપજ્યુ હતૂ,હાલ પોલીસે બનાવ સ્થળે પહોચીને જરુરી કાયર્વાહી હાથ ધરી છે.બનાવને લઇને સરકારી આલમમા ભારે ઘેરાશોકની લાગણી વ્યાપી ગઈ છે.
