ગુજરાત રાજ્યમાં હોમગાર્ડના જવાનોને ઓછો પગાર આપી રાજ્ય આર્થિક શોષણ કરતી હોવાનો આક્ષેપ કરી પૂરતો પગાર ચૂકવવાની માંગ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કરવામાં આવી છે. તેઓ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી રજુઆત કરી છે કે, રાજ્યમાં ૫૦ હજાર હોમગાર્ડના જવાનો ફરજ બજાવે છે. પણ તેનો અવાજ સાંભળવવામાં આવતો નથી.
અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાત રાજ્યમાં હોમગાર્ડને ખુબજ ઓછું વેતન ચૂકવી આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી,પંજાબ,હિમાચલ,મધ્ય પ્રદેશ,ઉત્તર પ્રદેશ,ઉતરાખંડ,કેરલમાં દરોજના ૭૦૦ રૂપિયા ચુકવવામાં આવી રહ્યા છે. તેની સામે રાજ્યમાં ૩૦૦ની આસપાસ ચુકવવામાં આવી રહ્યા છે જે ખરેખર હોમગાર્ડના જવાનો પ્રત્યે અન્યાય બાબત છે.

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે હોમગાર્ડના જવાનોના પગાર વધારાની સાથે નિવૃત વય મર્યાદામાં વધારો કરવાની રજુઆત કરેલ છે. તેઓએ જણાવ્યું હતું કે, સરકારી એકમમાં વય મર્યાદા ૫૮ની છે. જ્યારે હોમગાર્ડમાં ૫૫ છે. તો તેમાંથી વધારી ૫૮ની કરવી જોઈએ હાલ આકરી મોંઘવારીના કારણે સામન્ય પગારમાં હોમગાર્ડનો જવાન કેવીરીતે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે દરોજ છ કલાક કામ કરતા હોમગાર્ડના ભાઈ બહેનોને ઓવર ટાઈમ નું ભથ્થું પણ મળતું નથી.
ત્યારે રોજના 700 લેખે હોમગાર્ડના જવાનોને પગાર ચુકવવામાં આવે તેવી માંગણી અને લાગણી ધારાસભ્ય ઠુંમર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
