દિલ્હી હિંસા મામલે પોલીસની મોટી કાર્યવાહી, આટલા આરોપીઓની કરાઈ ધરપકડ

નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસ પર દિલ્હીમાં બનેલી હિંસાના મામલે તપાસ એજેન્સીએ 50થી વધુ લોકોની ઓળખ કરાઈ છે. ગુજરાતની ગાંધીનગરથી દિલ્હી પહોંચેલી NFSUની સાયબર ફોરેન્સીકલ ટીમ સીસીટીવી ફુટેજની તપાસ અને સંપર્ક એનાલિસિસની સહાયથી અત્યાર સુધીમાં 50થી વધુ હિંસા ફેલાનારઓની ઓળખ છે. NFSUની ટીમે 10 હજારથી વધુ સીસીટીવી ફુટેજની તપાસ કરી છે અને હજુ પણ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસા સંદર્ભે અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ ધર્મેન્દ્રસિંહ હરમન તરીકે થઈ છે, જે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર એક વીડિયો ફૂટેજમાં જોવા મળ્યો હતો, જ્યારે હિંસા થઈ હતી. પોલીસ લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ ફરકાવવામાં તેની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. લાલ કિલ્લાની હિંસા દરમિયાન કેટલા લોકો સક્રિય હતા. તે જાણવા માટે પોલીસ ડેટા સ્કેન પણ કરી રહી છે. દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં કુલ 124 ધરપકડ કરી છે અને 50થી વધુ એફઆઈઆર નોંધાઈ છે. દરમિયાન, દિલ્હી પોલીસે વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વિરુદ્ધ ચાર કેસ પણ નોંધ્યા છે અને ખેડૂતોના વિરોધ અંગે વાંધાજનક અને ગેરકાયદેસર પોસ્ટ્સ હટાવવા જણાવ્યું છે.

જણાવી દઈએ કે, દિલ્હી પોલીસે એક ડઝન જેટલા લોકોની તસવીર પણ જાહેર કરી છે. પોલીસે તસવીર બહાર પાડતાં લોકોને આ હિંસા ફેલાવનાર લોકો ઓળખવા અપીલ કરી હતી. સાથે પોલીસે આ અંગે માહિતી આપવા જણાવ્યું છે. પોલીસ વધુ તોફાનીઓની ઓળખ કરી રહી છે, અત્યાર સુધીમાં 12 આરોપીઓના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

તોફાનીઓ સામે દિલ્હી પોલીસ દ્વારા 50થી વધુ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આરોપીઓની ધરપકડ માટે દિલ્હી પોલીસ દ્વારા દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap