મુન્દ્રા કસ્ટોડીયલ ડેથ કેસ: પોલીસ દમન મામલામાં મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર,એકની ધરપકડ

બિમલ માંકડ,કચ્છ: મુન્દ્રાના કસ્ટોડીયલ ડેથ મામલે હજી સુધી મુખ્ય આરોપીઓ પોલીસના હાથે લાગ્યા નથી ત્યારે ચકચારી કેસને લઈને ગઢવી સમાજ દ્વારા પોલીસ દમનથી બીજા યુવાનનું મૃત્યુ થયા બાદ મુન્દ્રા બંધનુ એલાન આપ્યા બાદ શાંતિ સંમેલન યોજવામાં આવ્યું હતું અને પરિવારજનો દ્વારા મૃતદેહ ન સ્વીકારાવાનો નિર્ણય લેવાયો હતો.

આ આકરા નિર્ણય બાદ ગઢવી સમાજ અને પોલીસ અધિકારીઓ વચ્ચે મંત્રણા કરીને યોગ્ય સંકલન થતા પોલીસે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપ્યા બાદ પરિવાર દ્વારા હરજોગ ગઢવીનો મૃત દેહ સ્વીકાર્યો હતો. પરંતુ આજદિન સુધી મુખ્ય આરોપીઓ પોલીસ પકળથી દુર રહ્યાં છે. જોકે આરોપીઓને મદદગારી કરનાર એક શખ્સની માઉન્ટઆબુ ખાતેથી દબોચી લેવાયો છે.

બન્ને હતભાગી યુવાનોના મૃત્યુ માટે મુખ્ય જવાબદાર ઝાલા જયદેવસિંહ અજીતસિંહ,ગોહિલ શક્તિસિંહ યોગેન્દ્રસિંહ અને કનાદ અશોક લીલાધરને ભગાડીજવામાં અને આશરો આપવામાં મદદરૂપ બનનાર નરવિરસિંહ ગણપતસિંહ સરવૈયાને માઉન્ટઆબુ રાજસ્થાન ખાતેથી તપાસનીશ ટીમેં દબોચી લીધો છે.

મુન્દ્રા પોલીસ દમનથી બે યુવાનોના મૃત્યુને લઈને પોલીસે વિવિધ ટીમો બનાવીને આરોપીઓનું પગેરું મેળવવા તેમજ આરોપીઓને મદદગારી કરનાર શખ્સોની ઝીણવટભરી તપાસ ચલાવાઈ રહી છે. આ તપાસમાં મદદગારી કરનાર એક યુવાનની ધરપકડ પણ પોલીસે કરી છે. ત્યારે આ ચકચારી ઘટના સંદર્ભે કપીલ અમૃતલાલ દેસાઇનું નામ પાછળથી ખુલ્યું હતું. તેના ઘરની ઝડતી તપાસનીશ પોલીસ ટીમ દ્વારા લેવાતા દારૂની ૬ બોટલ તેમજ રોકડ રૂ.૧ લાખ ૫૦ હજાર મળી કુલ ૧.૫૮ લાખનો મુદ્દામાલ તેના સેટી પલંગમાંથી પોલીસને મળી આવતા તે કબ્જે કરાયો છે.

ધરપકડ કરાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટે આગામી તા.૧૪ ફેબ્રુઆરી બપોરના ૩ વાગ્યા સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ આપવામાં આવ્યા હતાં. પોલીસે ફરી એક જાહેરહિત માટે આરોપીઓ વિશે કોઈપણ માહિતી લોકોને મળે તો ભુજ વિભાગના ડીવાયએસપી જે.એન. પંચાલના મોબાઈલ નં.૯૯૭૮૪ ૦૮ર૪૪ તેમજ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ એસ.જે. રાણા, મુન્દ્રા પીઆઈ બી.એમ. જાનીનો અથવા તો મુન્દ્રા પોલીસ સ્ટેશનના નં. ૦ર૮૩૮ રરર૧ર૧ પર સંપર્ક કરવા પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અપીલ કરાઈ છે અને માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap