ગુજરાત બાદ આ રાજ્યમાં પણ હવે નાઇટ કર્ફ્યુ,વિદેશથી આવતા લોકો માટે મોટી જાહેરાત

બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનને ધ્યાનમાં રાખીને ભારતમાં પણ તૈયારીઓ મોટા પ્રમાણમાં શરૂ કરવામાં આવી છે. હવે 5 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્રના નગરપાલિકા વિસ્તારોમાં સવારે 11થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવ્યું છે. ઉપરાંત, યુરોપ અને મિડલ ઈસ્ટના દેશોમાંથી આવતા લોકોને14 દિવસ માટે ફરજિયાત કોરોન્ટાઈન સેન્ટરમાં રહેવુ પડશે.

આ અંગેની જાહેરાત કરતા રાજ્યના સીએમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, કોરોનાના આ નવા વાયરસને કારણે રાજ્યમાં વધુ કાળજી લેવામાં આવી રહી છે અને આપણે આગામી 15 દિવસ માટે વધુ સજાગ રહેવું પડશે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં તમામ લગ્નો અને અન્ય ઉજવણીઓમાં કોરોના વાયરસથી બચાવવા સંબંધિત નિયમોનું કડક પાલન કરવું જરૂરી છે.

નવા આદેશમાં કોરોન્ટાઈનના નિયમો શું છે?

21 ડિસેમ્બરથી, યુરોપ અને મિડલ ઈસ્ટથી મહારાષ્ટ્ર આવતા લોકોને14 દિવસ માટે ફરજિયાત કોરોન્ટાઈન સેન્ટરમાં રહેવુ પડશે. આવા મુસાફરોને કોરોન્ટાઈન બાદ પાંચમાં કે સાતમા દિવસે કોરોના ટેસ્ટિંગ (RTPCR) કરવામાં આવશે. મુખ્યમંત્રીએ યુરોપથી આવતા લોકોને નવી વાયરસના લક્ષણો જોવા મળે તો તેઓ માટે એક અલગ હોસ્પિટલ સ્થાપિત કરવાના આદેશ આપ્યા છે. અન્ય દેશોના મુસાફરોની પણ તપાસ કરવામાં આવશે અને તેમના હાથ પર મહોર લગાવાશે અને તેમને હોમ ક્વોરેનટાઈન કરવામાં આવશે. મુસાફરોને તપાસનારા તમામ એરપોર્ટ કર્મચારીઓને પી.પી.ઇ. કીટ પૂરી પાડવા પણ મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap