મહારાષ્ટ્ર સરકારે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને લોકડાઉન 31 જાન્યુઆરી 2021 સુધી વધારી દીધુ છે. આ દરમિયાન લોકડાઉનમાં બધા જુના નિયમો લાગુ રહેશે. રાજ્ય સરકાર દ્વાર બધાજ નાગરિકોને આહ્વાન કર્યું છે કે, નવા વર્ષના સેલીબ્રેશનની સાદાયથી ઉજવણી કરે.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિસ દેશમુખે નવા વર્ષ પર લોકોને અપીલ કરી છે કે, રાજ્ય સરકારની ગાઈડલાઈન યથાવત છે જે હેઠળ હોટલ,પબ,રેસ્ટોરેન્ટ અને રાત્રી બજાર 11 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. સાર્વજનિક જગ્યાઓ પર 5થી વધુ લોકોએ ભેગા થવા પર પ્રતિબંધ છે.
મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રાજ્ય બની ગયું છે, જે 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ કેસના 70 ટકા કેસ સામે આવ્યા છે, તેમા કેરળ,મહારાષ્ટ્ર,પશ્ચિમ બંગાળ,છત્તીસગઢ,ઉત્તર પ્રદેશ,કર્નાટક,દિલ્હી,તમિલનાડુ,ગુજરાત અને મધ્ય પ્રદેશ શામેલ છે.
ભારતમાં યૂનાઈટેડ કિંગડમ (UK)થી આવેલા કોરોનાના નવા સ્ટ્રેનના 15 કેસ નોંધાયા છે. જે બાદ તેની સંખ્યા 21 પહોંચી ગઈ છે.
ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના 20,550 નવા કેસ સામે આવ્યા છે.જે બાદ દેશમાં કુલ કેસની સંખ્યા 1,02,44,853 પહોંચી ગયું છે. આ દરમિયાન કોરોનાથી 286 દર્દીઓના મોત થયા છે, જે બાદ કુલ મોતનો આંકડો 1,48,439 સુધી પહોંચી ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધાવારે જાહેર કરેલા આંકડાઓ અનુંસાર, દેશમાં અત્યાર સુધી 9,83,4141 લોકો આ મહામારીમાંથી સાજા થયા છે. હાલમાં 2,62,272 સક્રિય કેસ છે. રિકવરી દર 95.99 ટકા છે,જ્યારે મૃત્યુ દર 1.45 ટકા છે.
