મહારાષ્ટ્ર: નાસિકમાં ઓક્સિજન ટેન્કર લીક થતાં 22 દર્દીઓનાં મોત

મહારાષ્ટ્રના નાસિકની એક હોસ્પિટલમાં ટેન્કર લિક થયા પછી, ઓક્સિજનની સપ્લાય ઓછી હોવાને કારણે 22 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.

મહારાષ્ટ્રના નાસિકમાં ડો.ઝાકિર હુસેન હોસ્પિટલમાં ટેન્કર ભરાતા હતા ત્યારે ઓક્સિજનનું ટેન્કર લીક થયું હતું. અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે, લિકને કાબૂમાં રાખવાની કામગીરી ચાલુ છે.

સરકારે વળતરની જાહેરાત કરી
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની કચેરીથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઓક્સિજન સપ્લાય બંધ થવાના કારણે મૃત્યુ પામેલા તમામ દર્દીઓના પરિવારજનોને વળતર રૂપે 5 લાખ આપવામાં આવશે. આ સિવાય સરકારે આ ઘટના અંગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

આ ઘટના અંગે એફડીએ મંત્રી રાજેન્દ્ર શિંગ્નેએ કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અમે વિગતવાર અહેવાલ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે તપાસના આદેશ પણ આપ્યા છે. જે કોઈપણ (આ ઘટના માટે) જવાબદાર છે તે બક્ષવામાં આવશે નહીં. ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap